ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લીડ્સ ખાતે ચાલી રહેલી ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતીય ખેલાડીઓ ઈંગ્લેન્ડની ધરતી પર શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ક્રિકેટ ટીમ વિશે જે પણ વાતો ચાલી રહી હતી, એ તમામ વાતો અને શંકાઓ પર ભારતના યુવા ખેલાડીઓએ પાણી ફેરવી દીધું છે.


કેએલ રાહુલ ટીમ ઈન્ડિયા પર નારાજ?

લીડ્સ ખાતે ચાલી રહેલ ટેસ્ટ શ્રેણીના ચોથા દિવસે ભારતીય ટીમના સ્ટાર ખેલાડી કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં દેખાયા હતા. કેએલ રાહુલે ટેસ્ટ મેચના ચોથા દિવસે પોતાની લાક્ષણિક રમત દેખાડીને ઈંગ્લેન્ડની ધરતી પર ધમાકેદાર સદી ફટકારી હતી. લીડ્સ ખાતે ચોથા દિવસની રમત પૂરી થયા બાદ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન મેનેજમેન્ટ તરફથી કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય સ્ફોટક ખેલાડી કેએલ રાહુલ થોડા નારાજ દેખાઈ રહ્યા હતા. ચોથા દિવસની રમત પછી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે તે છેલ્લા કેટલાક વર્ષોથી ટીમમાં પોતાનું સ્થાન ભૂલી ગયા છે.

કેએલ રાહુલે લીડ્સમાં સદી ફટકારી

ઈંગ્લેન્ડના લીડ્સ ખાતે ચાલી રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણી ભારતીય ખેલાડીઓ માટે ખરા અર્થમાં શાનદાર રહી છે. પહેલી મેચના પ્રથમ દિવસથી ભારતીય ટીમ ખૂબજ સારું પ્રદર્શન કરી રહી છે. બેટ્સમેનથી લઈને બોલર સુધી, ભારતના એક એક ખેલાડીએ ધમાકેદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી છે. ભારતીય ટીમના અનુભવી ખેલાડી કેએલ રાહુલે પણ શાનદાર સદી ફટકારીને ભારતીય સ્કોર બોર્ડને વધારે ગતિ પકડવામાં મદદ કરી હતી. પરંતુ મેચના ચોથા દિવસ બાદ ચર્ચા એ થઈ રહી છે, કે કેએલ રાહુલને એવું કેમ કહેવું પડ્યું કે તે પોતાનું સ્થાન ભૂલી ગયો છે?

શું રાહુલે ટીમ ઈન્ડિયા પર પ્રહાર કર્યો?

ટેસ્ટ મેચના ચોથા દિવસે શાનદાર પ્રદર્શન કર્યા બાદ યોજાયેલ પ્રેક કોન્ફરન્સમાં ભારતના સ્ટાર ખેલાડી કેએલ રાહુલ તરફથી જે નિવેદન આપવામાં આવ્યું, એ નિવેદન બાદ હાલ ક્રિકેટ જગતમાં ઘણી બધી ચર્ચાઓએ જોર પકડયું છે. કેએલ રાહુલના નિવેદન અનુસાર તેણે તેના બેટિંગ ઓર્ડર અંગે વાત કરતાં કહ્યું હતું, કે તેને ઘણી વાર મેચમાં ઓપનિંગ માટે મોકલવામાં આવતો હતો, તો ક્યારેક નંબર 3 પર, ક્યારેક નંબર 5 પર અને ક્યારેક કોઈ અન્ય ક્રમે. જ્યારે રાહુલે આ મુજબનું નિવેદન આપ્યું ત્યારે એવું લાગી રહ્યું હતું કે તે ભારતીય ટીમના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવી રહ્યો છે.

  • Follow us on: