મધ્ય-પૂર્વમાં છેલ્લા 12 દિવસોથી ચાલી રહેલા યુદ્ધ બાદ હવે શાંતિની આશા દેખાઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એલાન કર્યું હતું કે ઈરાન અને ઈઝરાયલ હવે સીઝફાયર માટે સહમત થઈ ગયા છે અને આવનારા 24 કલાકમાં યુદ્ધવિરામ થશે. જેમાં મુસ્લિમ દેશ કતારે ખુબ મહત્વની ભૂમિકા ભજવી છે. જણાવી દીએ કે તેહરાન, કતરના માધ્યમથી અમેરિકા તરફથી આપવામાં આવેલી શરતો પર સિઝફાયર કરવા માટે તૈયાર થઈ ગયા હતા. આ શાંતિ સ્થાપવાની દિશામાં એક મહત્વનું પગલુ માનવામાં આવે છે. 


સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વ્હાઈટ હાઉસના વરિષ્ઠ અધિકારીઓએ સીઝફાયરની પૃષ્ટિ કરી હતી. પ્રધાનમંત્રી બેંઝામીન નેતન્યાહુ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સીધી વાતચીત થઈ. ઈઝરાયલની સહમતિ એ શરત પર થઈ કે હવે ઈરાન તરફથી એક પણ હુમલો કરવામાં આવશે નહીં. આ વચ્ચે તેહરાન સાથે જોડાયેલા ઈરાની અધિકારીઓએ પણ રોયટર્સ અને CBS ને પૃષ્ટિ કરી છે કે ઈરાન, કતારની મધ્યસ્થતા અને અમેરિકા તરફથી મુકવામાં આવેલી શરતો પર સીઝફાયર માટે રાજી થઈ ગયું છે.  

અમેરિકા અને ઈરાન વચ્ચે વાચતીતની કડી

અણેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ, વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ઈરાન માટે વિશેષ દૂત સ્ટીવ વિટકોફે ઈરાનીઓ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ વાતચીત કરી. જેનાથી આ સમજૂતીનો પાયો નખાયો. હાલ આ યુદ્ધવિરામની મધ્યસ્થની ભુમિકા કતરે નિભાવી છે. જેણે બંને દેશો વચ્ચે ટ્રેક -2 ડિપ્લોમેસી દ્વારા પુલનું કામ કર્યું છે. તેણે અમેરિકા અને ઈરાનની વચ્ચે વાતતીતની કડી બનાવી રાખી.  



  • Follow us on: