મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં વુમેન્સ પ્રીમિયર લીગ 2026નો રંગારંગ કાર્યક્રમ યોજાયો. ડિફેન્ડિંગ ચેમ્પિયન હરમનપ્રીત કૌરની આગેવાની વાળી મુંબઈ ઇન્ડિયન્સ અને સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મેચ પહેલા સ્ટેડિયમમાં ધમાકેદાર ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં એક્ટ્રેસ અને મોડલ જેકલીન ફર્નાન્ડિઝ, હરનાઝ સંધૂ અને રેપર હની સિંહે પોતાના પરફોર્મન્સથી મહેફિલ લૂંટી હતી.


હની સિંહે પરફોર્મન્સથી મહેફિલ લૂંટી

મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં વુમેન્સ પ્રીમિયર લીગ 2026નો રંગારંગ પ્રારંભ થઈ ગયો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન હરમનપ્રીત કૌરની આગેવાની વાળી મુંબઈ ઇન્ડિયન્સ અને સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મેચ પહેલા સ્ટેડિયમમાં ધમાકેદાર ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં એક્ટ્રેસ અને મોડલ જેકલીન ફર્નાન્ડિઝ, હરનાઝ સંધૂ અને રેપર હની સિંહે પોતાના પરફોર્મન્સથી મહેફિલ લૂંટી હતી. આવો વીડિયો દ્વારા તમને ઓપનિંગ સરેમનીની કેટલીક ઝલક બતાવીએ.

હરનાઝના પરફોર્મનો વીડિયો પણ શેર કર્યો

મિસ યૂનિવર્સ હરનાઝ સંધૂના પરફોર્મન્સથી આ ઓપનિંગ સરેમનીની શરૂઆત થઈ. આ સરેમની 'આત્મવિશ્વાસ, સાહસ અને ખેલમાં મહિલાઓના અજય ઉદય', થીમ પર આધારિત હતી, જેણે ભારતને હાલના વનડે વર્લ્ડ કપ સફળતા બાદ લીગના શાનદાર ગ્રોથને પણ દર્શાવ્યો. જેકલીન ફર્નાન્ડિઝ અને હની સિંહના પરફોર્મ કરતા પહેલા હરનાઝે પોતાના પરફોર્મન્સથી ચાર ચાંદ લગાવ્યાં હતા. WPLના ઓફિશિયલ અકાઉન્ટ પરથી હરનાઝના પરફોર્મનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.

કલીનના જબરદસ્ત ડાન્સ જોવા મળ્યો

હરનાઝ પછી સ્ટેજ પર બોલીવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ આવી, જેણે પોતાના ડાન્સથી મહેફિલ લૂંટી હતી. જેકલીનના જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સે દર્શકોનું દિલ જીતી લીધું. તેનો આ ડાન્સ મહિલા સશક્તિકરણ અને આત્મવિશ્વાસની થીમ પર આધારિત હતો. જેકલીને ફિલ્મ 'કિક'ના લોકપ્રિય ગીત ‘યાર ના મિલે’ સહિત પોતાના હિટ ગીતો પર ડાન્સ કર્યો. ડાન્સર્સની આખી ટીમ સાથે જેકલીને ‘કોન્ફિડન્સ અને કરેજ’થી ભરપૂર શાનદાર પરફોર્મન્સ આપ્યું, જેને જોઈને DY પાટિલ સ્ટેડિયમમાં હાજર દર્શકો ઊભા થઈને જોરદાર તાળી વગાડવા લાગ્યા.


આ પણ  વાંચો- Virat Kohli પાસે પહેલી વનડેમાં સચિનનો મહાન રેકોર્ડ તોડવાની તક



  • Follow us on: