દુનિયા હાલમાં સૌથી પ્રતિષ્ઠિત ટેનિસ ગ્રાન્ડ સ્લેમ, વિમ્બલ્ડનને લઈને ચર્ચામાં છે અને મોટી સેલિબ્રિટીથી લઈને સામાન્ય ફેન્સ સુધી દરેક વ્યક્તિ આ ટુર્નામેન્ટ પર નજર રાખી રહ્યા છે.


ઘણા સેલેબ્રિટીઝ અને ક્રિકેટરો આ મેચ જોવા પહોંચ્યા હતા. ટેનિસનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે એવામાં આક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવા ભારતીય ટેનિસ ખેલાડીની હત્યા કરવામાં આવી છે.

દિલ્હી-એનસીઆરના ગુરુગ્રામમાં એક દુ:ખદ ઘટના બની છે. અહીં સ્ટેટ લેવલના ટેનિસ ખેલાડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં પરંતુ ટેનિસ ખેલાડીના પિતાએ કરી હતી. મૃતકની ઓળખ રાધિકા યાદવ તરીકે થઈ છે.

આરોપી પિતાની થઈ ધરપકડ

આ ઘટના ગુરુગ્રામના સેક્ટર 57 ની છે. અહીં એક વ્યક્તિએ તેની પુત્રીને ગોળી મારી દીધી. ગોળી વાગ્યા બાદ સ્ટેટ લેવલની ટેનિસ ખેલાડીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટના બાદ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે અને ઘટનામાં વપરાયેલી રિવોલ્વર પણ જપ્ત કરી છે.

માત્ર 25 વર્ષની હતી રાધિકા

મળતી માહિતી મુજબ મૃતક અત્યાર સુધીમાં સ્ટેટ લેવલની ટેનિસ સ્પર્ધાઓમાં ઘણા મેડલ જીતી ચૂકી છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતક રાધિકા માત્ર 25 વર્ષની હતી. પિતાએ રાધિકાને કેમ ગોળી મારી તે હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પિતાએ જ ગોળી મારી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસ મોકલી દેવામાં આવ્યો છે. સેક્ટર 56 પોલીસ સ્ટેશનના જણાવ્યા મુજબ રાધિકા યાદવને તેના પિતાએ ત્રણ ગોળીઓ મારીને હત્યા કરી હતી.

ઘટના બાદ પોલીસ તેના ઘરે પહોંચી હતી. રાધિકા યાદવના પિતાની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમને પોતાની લાઈસેન્સવાળી ગનથી આ ઘટનાને અંજામ આપ્યો હતો.


  • Follow us on: