એશિયન યુથ ગેમ્સ 2025 માં કબડ્ડીની રમત દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતીય ટીમે માત્ર શાનદાર પ્રદર્શન કર્યું એટલું જ નહીં, પરંતુ એક રાજકીય સંદેશ પણ આપ્યો. મેચ પૂર્ણ થયા બાદ ભારતીય કેપ્ટન ઇશાંત રાઠીએ પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો, જેનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નો-હેન્ડશેક' નીતિની શરૂઆત અગાઉ એશિયા કપ 2025 માં ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા પાકિસ્તાન દ્વારા કરાયેલા કાયર પહલગામ હુમલાની નિંદા કરવાના ભાગરૂપે કરવામાં આવી હતી, અને હવે કબડ્ડીમાં પણ તે વલણ જોવા મળી રહ્યું છે.
ક્રિકેટ બાદ કબડ્ડીમાં પણ 'નો-હેન્ડશેક' પોલિસીનો અમલ
એશિયન યુથ ગેમ્સ 2025 માં કબડ્ડીના મુકાબલા દરમિયાન ભારતીય ખેલાડીઓએ 'હાથ મિલાવવાનો ઇનકાર' ની નીતિ અપનાવીને પાકિસ્તાનને એકવાર ફરી સંદેશ આપ્યો છે. આ નીતિની શરૂઆત એશિયા કપ 2025 માં થઈ હતી, જ્યારે ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે રમાયેલી ત્રણેય મેચમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા, જે પાકિસ્તાન દ્વારા કરાયેલા કાયર પહલગામ આતંકી હુમલાની નિંદાનો ભાગ હતો
મેદાન પર ભારતનું સંપૂર્ણ પ્રભુત્વ
હાથ મિલાવવાનો ઇનકાર કરવા ઉપરાંત, ભારતીય કબડ્ડી ટીમે મેદાન પર પણ પાકિસ્તાન પર સંપૂર્ણપણે પ્રભુત્વ જાળવી રાખ્યું હતું.આ ત્રણેય મેચમાં અપરાજિત રહીને ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. આ પ્રદર્શન યુવા કબડ્ડી ખેલાડીઓની મજબૂત ભાવના અને પાકિસ્તાન સામેની મેચોમાં રાષ્ટ્રીય ગૌરવની લાગણીને પ્રતિબિંબિત કરે છે