- પોસ્ટર જોઈને ફેન્સે લગાવ્યો અંદાજ
- પોસ્ટરમાં દેખાઈ ફાઈનલિસ્ટ ટીમો
- 5 ઓક્ટોબરથી વર્લ્ડકપ શરૂ થશે
ICC વનડે વર્લ્ડકપ શરૂ થવામાં લગભગ 2 મહિના બાકી છે. વર્લ્ડકપનું શિડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. ICCના શિડ્યૂલ અનુસાર, ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે, જ્યારે 19 નવેમ્બરે ફાઈનલ મેચ રમવામાં આવશે. ભારત વર્લ્ડકપ ટૂર્નામેન્ટની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમીને કરશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર સામે આવી છે, જેને જોઈને એવું માનવામાં આવે છે કે વર્લ્ડકપ 2023ની ફાઇનલિસ્ટ ટીમો મળી ગઈ છે.

ICCએ વનડે વર્લ્ડકપ 2023નું પોસ્ટર જાહેર કર્યું
થોડા સમય પહેલા ICCએ વનડે વર્લ્ડકપ 2023નું પોસ્ટર જાહેર કર્યું છે. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. પોસ્ટરમાં 10 કેપ્ટન વર્લ્ડકપની ટ્રોફી ફરતે ઉભેલા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટરમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન જોસ બટલર અને પૈટ કમિંસ સામસામે છે. જેથી ફેન્સ આ પોસ્ટરને જોઈને અંદાજો લગાવી રહ્યા છે કે, આ બંને ટીમ વર્લ્ડકપ 2023ના ફાઈનલમાં પહોંચશે.
T20 વર્લ્ડકપનું પોસ્ટર જોઈને લગાવ્યો અંદાજ
ICCએ T20 વર્લ્ડકપ 2022નું પોસ્ટર રિલીઝ કર્યું હતું, ત્યારે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર ટ્રોફીની પાસે બેઠા હતા. આ દરમિયાન T-20 વર્લ્ડકપ 2022માં આ બંને ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેથી ફેન્સ આ સંયોગને વનડે વર્લ્ડકપ 2023ના પોસ્ટરને જોઈ રહ્યા છે. જો કે, અમે તમને જણાવી દઈએ કે, ફેન્સ ઘણીવાર તેમની મનપસંદ ટીમ માટે સમાન સંયોગો ઉમેરે છે. જો કે,એવું હોતું નથી.

ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ લાવશે?
ટીમ ઈન્ડિયાની વાત કરવામાં આવે, તો ભારતીય ટીમ લાંબા સમયથી કોઈ પણ ICC ખિતાબ જીતી નથી. ભારતે છેલ્લી ICC ટ્રોફિ 10 વર્ષ પહેલી જીતી હતી. ICC ચેમ્પિયન ટ્રોફિ 2013ના ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવી ભારતે ખિતાબ જીત્યો હતો, પરંતુ તે બાદ ટીમ ઈન્ડિયા કોઈ પણ ICC ટ્રોફિ જીતી શક્યું નથી. જો કે, આ વર્ષે વર્લ્ડકપ ભારતમાં રમાશે. જેથી શું ટીમ ઈન્ડિયા પોતાના ઘરેલૂ પ્રશંસકો સામે 10 વર્ષ બાદ ટ્રોફિ જીતી શકશે? આ સવાલનો જવાબ આપણે આગામી દિવસોમાં મળી જશે.