- શ્રીલંકા વિરુદ્ધ પાકિસ્તાનના બોલરનું ખરાબ પ્રદર્શન
- શ્રીલંકાના 2 બોલર્સે ફટકારી સદી
- પાક.ના બોલરથી શોએબ અખ્તર પરેશાન
પાકિસ્તાન વનડે વર્લ્ડકપ 2023ની બીજી મેચ શ્રીલંકા વિરુદ્ધ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમી રહ્યું છે. આ મેચમાં પાકિસ્તાનના બોલર્સે સારૂં પ્રદર્શન કર્યું નથી. જેના કારણે શ્રીલંકાએ 50 ઓવરમાં 9 વિકેટે 344 રન બનાવ્યા છે. ટીમના લગભગ તમામ બોલરોએ 7ની આસપાસની ઈકોનોમી સાથે રન આપ્યા છે, ત્યારે ટીમની ખરાબ બોલિંગ જોઈને પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર ખૂબ જ પરેશાન જોવા મળ્યો છે.
શોએબ અખ્તરે શું કહ્યું?
ટીમની નબળી બોલિંગ જોઈને શોએબ અખ્તરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં શોબેએ કહ્યું કે, હવે તેને ટીમની બેટિંગ પર વિશ્વાસ છે. પાકિસ્તાને ખૂબ જ ખરાબ બોલિંગ કરી છે. સ્કોર પણ ઘણો થયો છે, પરંતુ મને પાકિસ્તાનની બેટિંગમાં ખાસ કરીને કિંગ બાબર આઝમ પર વિશ્વાસ છે.
બાબરની ઈનિંગ પર શોએબ અખ્તરને વિશ્વાસ
તેમણે બાબર અંગે વધુમાં કહ્યું કે, મને લાગે છે કે આજે એક મોટી મેચ છે... તે એક મોટો ખેલાડી છે અને આ મોટો ખેલાડી આજે મોટી મેચમાં પ્રદર્શન કરશે. શોએબે વીડિયોમાં આગળ બાબર આઝમ પાસેથી આશા વ્યક્ત કરતા કહ્યું કે, પાકિસ્તાનનો સૌથી મોટો બેટ્સમેન આજે સારી ઈનિંગ રમશે.
કુસલ મેન્ડિસ અને સદિરા સમરવિક્રમાએ સદી ફટકારી
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા માટે કુસલ મેન્ડિસ અને સદિરા સમરવિક્રમાએ તોફાની સદી ફટકારી અને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી છે. મેન્ડિસે 158.44ના સ્ટ્રાઈક રેટથી 77 બોલમાં 122 રનની ઈનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન મેન્ડિસે 14 ફોર અને 6 સિક્સ લગાવી હતી, જ્યારે સદિરા સમરવિક્રમાએ 89 બોલમાં 108 રનની ઈનિંગ રમી હતી. જેમાં તેમણે 11 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. આ ઉપરાંત શ્રીલંકાના ઓપનર પથુમ નિસાન્કાએ 51 રનની ઈનિંગ રમી હતી. જેમાં તેણે 7 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.