• વર્લ્ડકપ પહેલાં શ્રીલંકાની ટીમની મુશ્કેલીમાં વધારો
  • વાનિંદુ હસરંગા ફરી ઈજાગ્રસ્ત થયો
  • એશિયા કપમાં હસરંગા રમી શક્યો નહતો

ભારતમાં વનડે વર્લ્ડકપ શરૂ થવામાં હવે બહુ ઓછો સમય બચ્યો છે, ત્યારે હજુ વર્લ્ડકપ માટે અમુક ટીમની જાહેરાત થઈ નથી. સાથે એશિયા કપ 2023માં પોતાના અનેક મહત્વના ખેલાડી વિના મેદાનમાં ઉતરેલી શ્રીલંકન ટીમને મેગા ઈવેન્ટ પહેલાં એક મોટો ઝટકો લાગી શકે છે. કારણ કે, વર્લ્ડકપ પહેલાં મેચ વિનર ખેલાડી વાનિંદુ હસરંગા ઈજાગ્રસ્ત થયો છે. લંકા પ્રીમિયપ લીગમાં ઈજાના કારણે ટીમથી દૂર થયેલો હસરંગા ફરી એક વખત ઈજાગ્રસ્ત થયો છે.

હસરંગાના વર્લ્ડકપ રમવા પર સવાલ

વાનિંદુ હસરંગા ફરી ઈજાગ્રસ્ત થતાં તેના વર્લ્ડકપ રમવા પર સવાલ ઉભા થયા છે. શ્રીલંકાની ટીમ 26 સપ્ટેમ્બરે વર્લ્ડકપમાં ભાગ લેવા માટે ભારત આવશે. સાથે મળતી માહિતી મુજબ, હસરંગા જે પહેલાંથી જ રિહેબની પ્રક્રિયામાં છે, તે ફરી ઈજાગ્રસ્ત થયો છે. જેથી હવે શ્રીલંકન ટીમના સિલેક્ટર સામે ફરી મુશ્કેલી સર્જાઈ છે.

હસરંગા વનડે ફોર્મેટમાં છે મેચ વિનર ખેલાડી

વર્લ્ડકપ પહેલાં હસરંગા ફરી ઈજાગ્રસ્ત થયો છે. જેથી હસરંગાને ફિટ થવામાં હજુ કેટલો સમય લાગશે, તે હજુ સ્પષ્ટ થયું નથી. વાનિંદુ હસરંગા શ્રીલંકન ટીમના વનડે ફોર્મેટમાં એક મેચ વિનર બોલર તરીકે રમે છે. તેમણે ટીમને વર્લ્ડકપમાં ક્વોલીફાઈ કરવા માટે પોતાની બોલિંગથી મહત્વની ભૂમિકા નિભાવી હતી.

લોઅર ઓર્ડરમાં કરે છે બેટિંગ

શ્રીલંકાની ટીમના બેટિંગ ક્રમમાં વાનિંદુ હસરંગા લોઅર ઓર્ડરમાં બેટિંગ કરનારા મહત્વના ખેલાડી છે. આ વર્ષે લંકા પ્રીમિયર લીગમાં હરસંગાના બેટથી કમાલ જોવા મળ્યો હતો. હસરંગા આ લીગમાં સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બન્યો હતો. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ પહેલાં હસરંગા ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે ક્રિકેટથી દૂર થયો હતો અને આ જ કારણે હસરંગા એશિયા કપ 2023માં રમ્યો નહતો.

  • Follow us on: