• 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપની થશે શરૂઆત
  • વર્લ્ડકપ પહેલાં શ્રેયસ અય્યર સંપૂર્ણ ફિટ
  • મુખ્ય સિલેક્ટર અજીત અગરકરે આપી માહિતી

વર્લ્ડકપ 2023ની તૈયારી કરી રહેલી ભારતીય ક્રિકેટ ટીમ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટીમનો ઘાતક ખેલાડી શ્રેયસ અય્યર સંપૂર્ણ ફિટ થયો છે. આ અંગેની માહિતી ટીમના મુખ્ય સિલેક્ટર અજીત અગરકરે આપી છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમશે અય્યર

BCCIના મુખ્ય સિલેક્ટર અજીત અગરકરે વર્લ્ડકપ પહેલાં બેટ્સમેન શ્રેયસ અય્યરની ફિટનેસને લઈ ચિંતા દૂર કરી છે. તેમણે દાવો કર્યો કે, અય્યર અત્યારે ફિટ અને ઠીક છે. આ જ કારણે અય્યરને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં થયો હતો ઈજાગ્રસ્ત

શ્રેયસ ગત વર્ષે ઈજાગ્રસ્ત થયો હતો. પીઠની ઈજાના કારણે તે ટીમથી બહાર થયો હતો. જે બાદ શ્રેયસે તાજેતરમાં પૂર્ણ થયેલા એશિયા કપમાં વાપસી કરી હતી. જો કે, આ 28 વર્ષીય ખેલાડી પાકિસ્તાન વિરુદ્ધ સુપર-4 મેચમાં ફરી ઈજાગ્રસ્ત થયો હતો. જેથી ટૂર્નામેન્ટમાં અય્યરની જગ્યાએ કેએલ રાહુલને સ્થાન આપવામાં આવ્યું હતું.

શ્રેયસ અત્યારે સંપૂર્ણ ફિટ- અગરકર

અજીત અગરકરે કહ્યું કે, અય્યરને સ્ટ્રેચ ફેક્ચર થયું નથી. જેના કારણે તેને ફરી ટીમમાં સ્થાન મળ્યું છે. અત્યારે અય્યર બેટિંગ અને ફીલ્ડિંગ બંને કરવા માટે ફિટ છે. આ જ કારણે અમે અય્યરને ટીમમાં સ્થાન આપ્યું છે. અમને આશા છે કે, અય્યર આ ત્રણેય મેચમાં જીત અપાવશે. અગરકરે આગળ કહ્યું કે, આ સ્તર સુધી પહોંચવા માટે અને ફિટ થવા માટે અય્યરે ગત મહિનાઓમાં અવિશ્વસનીયરીતે આકરી મહેનત કરી હતી. સારી વાત એ છે કે, અય્યરને વધુ ઈજા નથી પહોંચી.


  • Follow us on: