- ટીમ ઈન્ડિયાને મળ્યો નંબર 4નો ખેલાડી
- દિનેશ કાર્તિકે નંબર 4 માટે કર્યું સૂચન
- અય્યર નંબર 4 પર કરી શકે સારી બેટિંગ
ICC વનડે વર્લ્ડકપ શરૂ થયા પહેલાં ભારતીય ટીમ નંબર 4 પર ખેલાડીની શોધ કરી રહી છે. આ નંબર પર ભારતીય ટીમમાં અનેક ખેલાડીઓને તર આપવામાં આવી છે. આમ છતાં કોઈ પણ ખેલાડી આ નંબર પર યોગ્ય પ્રદર્શન કરી શક્યો નથી. જેથી નંબર 4 પર કયા ખેલાડીને સ્થાન આપવું તે ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે માથાનો દુઃખાવો બન્યું છે. આ તમામ વચ્ચે દિનેશ કાર્તિકે નંબર પર પર શ્રેયસ અય્યરને બેસ્ટ ઓપ્શન કહ્યો છે.
એશિયા કપ માટે ટીમની થઈ જાહેરાત
એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. BCCIએ 17 સભ્યોના સ્ક્વોડની જાહેરાત કરી છે. જેમાં શ્રેયસ અય્યરને પણ સ્થાન આપવામાં આવ્યું છે. શ્રેયસ અય્યર માર્ચ મહિનામાં ઈજાગ્રસ્ત થયો હતો. જે હવે પરત ફર્યો છે. શ્રેયસે પોતાના કરિયરમાં 38 ઈનિંગમાં બેટિંગ કરી છે. જેમાં શ્રેયસે 20 વખત નંબર 4 પર બેટિંગ કરી છે.
નંબર 4 પર શ્રેયસ અય્યરને તક આપવાનું સૂચન કર્યું
દિનેશ કાર્તિકે ICC સાથે વાતચીત કરતા નંબર 4 પર શ્રેયસ અય્યરને તક આપવાનું સૂચન કરીને કહ્યું કે, ઈજાગ્રસ્ત થયા પહેલાં અય્યરના ફોર્મ અને તેના નંબર 4ની જગ્યાના રેકોર્ડને ધ્યાનમાં રાખી તેને 4 નંબર પર તક આપવી જોઈએે.
અય્યરે 4 નંબર પર 800થી વધુ રન બનાવ્યા
શ્રેયસ અય્યરની નંબર 4ની પોઝીશનનો રેકોર્ડ જોવમાં આવે, તો તેમણે 20 ઈનિંગમાં બેટિંગ કરીને 805 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે પોતાના વનડે કરિયરમાં 2 સદી પણ ફટકારી છે. સાથે 5 ફિફ્ટી પણ ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ આગામી એશિયા કપમાં 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમશે.