• એશિયા કપ માટે ભારતીય ટીમ જાહેર
  • ટીમ જાહેર થયા બાદ વિવાદ સર્જાયો
  • સુનિલ ગાવસ્કરે ઝઘડો ન કરવા અપીલ કરી

એશિયા કપ 2023 માટે ભારતીય ટીમમાં સ્પિનર્સથી વધુ ફાસ્ટ બોલરને સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય સ્ક્વોડની જાહેરાત થયા બાદથી જ અશ્વિન અને ચહલને ટીમમાં સ્થાન ન આપવાની ચર્ચા શરૂ થઈ છે. આ ઉપરાંત પણ ટીમમાં અનેક ફેરફાર જોવા મળ્યા છે. હવે આ ચર્ચા પર ભારતીય દિગ્ગજ સુનિલ ગાવસ્કરે ફેન્સને અપીલ કરી છે.

સ્પિન વિભાગ પર આપી પ્રતિક્રિયા

ગાવસ્કરે ભારતીય ટીમના સ્પિન વિભાગ પર પ્રતિક્રિયા આપી છે. એશિયા કપ માટે ભારતીય ટીમમાં માત્ર કુલદીપ યાદવની જ મુખ્ય સ્પિનર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત જાડેજા અને અક્ષર ઓલરાઉન્ડર તરીકે રમશે તે સ્પિન વિભાગમાં કુલદીપનો સાથ આપશે.

અશ્વિન અંગે શું બોલ્યા ગાવસ્કર?

અશ્વિન અંગે પૂછવામાં આવેલા સવાલને લઈ દિગ્ગજ ગાવસ્કરે કહ્યું તે, અમુક ખેલાડી ખુદને અનલકી માનશે, પરંતુ ટીમની પસંદગી કરવામાં આવી છે. જેથી અશ્વિન અંગે વિચારો નહીં. વિવાદ ઉભો કરવો બંધ કરો. હવે આ આપણી ટીમ છે. જો તમને આ ટીમ પસંદ ન આવે, તો મેચ જુઓ નહીં, પરંતુ એ કહેવું બંધ કરો કે, આ ખેલાડીની પસંદગી કરવાની જરૂર હતી.

"કોઈ ખેલાડી સાથે ખોટું નથી થયું"

ગાવસ્કરે કોઈ ખેલાડીનું નામ લીધા વિના કહ્યું કે, કોઈ પણ ખેલાડી એવો દાવો ન કરી શકે કે આ ખેલાડી સાથે ખોટું થયું છે. આ ટીમ વર્લ્ડકપ જીતી શકે છે. મને નથી લાગતું કે કોઈ પણ ખેલાડી એવો દાવો કરી શકે કે, તેના સાથે અન્યાય થયો છે. અનુભવી અને ફોર્મવાળા ખેલાડીની 17 સભ્યોની એશિયા કપ સ્ક્વોડમાં પસંદગી કરવમાં આવી છે.

આપણું લક્ષ્ય વર્લ્ડકપ

દિગ્ગજ ગાવસ્કરે વધુમાં કહ્યું કે, કેએલ રાહુલને તક આપવામાં આવી છે. હવે એ જોવાનું છે કે, રાહુલની ઈંજરી કેવી છે. એશિયા તપ જીતવું મહત્વનું છે પણ આપણો ગોલ વર્લ્ડકપ છે. જો ટીમ મેનેજમેન્ટ કેએલ રાહુલની વર્લ્ડકપ સ્ક્વોડમાં પસંદગી કરે, તો મારા માટે તે યોગ્ય છે. કારણ કે, તે ઈજાગ્રસ્ત હોવા છતાં એશિયા કપ ટીમના ભાગ છે.

11 દિવસ બાદ ભારત મેચ રમશે

તેમણે આગળ કહ્યું કે, ભારતની મેચના હજુ 11 દિવસ બાકી છે. આટલા દિવસો ફિટ થવા માટે યોગ્ય છે. પછી સપ્ટેમ્બરમાં પણ મેચ યોજાશે. મને લાગે છે કે, રાહુલને તક આપી તે યોગ્ય છે. કારણ કે, તેમણે ટીમ ઈન્ડિયા માટે સારૂં કર્યું છે.

  • Follow us on: