• BCCI એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી
  • એશિયા કપની ટીમમાં તિલક વર્માને મળ્યું સ્થાન
  • તિલક વર્માએ હજુ ટીમ ઈન્ડિયા માટે ODIમાં નથી કર્યું ડેબ્યૂ

આ વર્ષે 30 ઓગસ્ટથી પાકિસ્તાન અને શ્રીલંકામાં એશિયા કપ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ માટે BCCIએ ભારતીય સ્ક્વોડની જાહેરાત કરી દીધી છે, પરંતુ આ સ્ક્વોડમાં એવા ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું છે. જે ખેલાડીએ હજુ ટીમ ઈન્ડિયા માટે વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું નથી. જેને લઈ ટીમ ઈન્ડિયાની પસંદગી પર સવાલ ઉભા થયા છે.

ડેબ્યૂ વિના આ ખેલાડીનું થયું સિલેક્શન

એશિયા કપ 2023 માટે ભારતીય સ્ક્વોડમાં તિલક વર્માને સ્થાન આપવામાં આવ્યું છે. જેથી તમામ લોકો હેરાન થયા છે. તિલક વર્મા અત્યારે આયરલેન્ડ વિરુદ્ધ T-20 સીરિઝ રમી રહ્યું છે, પરંતુ આ ખેલાડીએ હજુ વનડે ક્રિકેટમાં પોતાનું ડેબ્યૂ કર્યું નથી. સાથે T-20 ફોર્મેટમાં તિલક પાસે માત્ર 7 મેચનો અનુભવ છે.

વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ T-20માં કર્યું હતું ડેબ્યૂ

તિલક વર્માએ તાજેતરમાં વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ રમવામાં આવેલી T-20 સીરિઝ દરમિયાન ડેબ્યૂ કર્યું હતું. આ સીરિઝમાં તિલકે શાનદાર પ્રદર્શન કરીને 5 મેચમાં 173 રન બનાવ્યા હતા, પરંતુ આનો મતલબ એ નથી થતો કે, કોઈ ખેલાડીના 5 મેચના પ્રદર્શન પર એશિયા કપની ટીમમાં પસંદગી થઈ શકે. 5 મેચમાં 173 રન બનાવનારા આ ખેલાડીએ આયરલેન્ડ વિરુદ્ધ 2 મેચમાં માત્ર 1 રન બનાવ્યો છે.

એશિયા કપ 2023 માટે ભારતીય સ્ક્વોડ

રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીમત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી, ઈશાન કિશન, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, સંજૂ સેમસન(રિઝર્વ ખેલાડી).

  • Follow us on: