• BCCIએ એશિયા કપ માટે ટીમ જાહેર કરી
  • ટીમમાં કેએલ રાહુલ, શ્રેયસ અય્યરને મળ્યું સ્થાન
  • અશ્વિન, સુંદર અને ચહલને ન મળ્યું સ્થાન

BCCIએ 2023 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં યુઝેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન અને વોશિંગ્ટન સુંદર જેવા સ્ટાર ખેલાડીને સ્થાન આપવામાં આવ્યું નથી. જેથી એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ત્રણેય ખેલાડીને વર્લ્ડકપ 2023ની ટીમમાં પણ સ્થાન મળશે નહીં.

BCCIએ 18 સભ્યોની ટીમ જાહેર કરી

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવા સાથે ટીમ ઈન્ડિયાના મુખ્ય સિલેક્ટરે વર્લ્ડ કપ ટીમની તસ્વીર સાફ કરી છે. તેમણે કહ્યું કે, વધુ મગજ વાપરવાની જરૂર નથી. અમે 18 સભ્યોની ટીમની પસંદગી કરી છે. વર્લ્ડકપની ટીમ પણ આમની આસપાસ જ રહેશે.

આ 3 ખેલાડીઓના વર્લ્ડકપ રમવા પર સવાલ

યુઝવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન અને વોશિંગ્ટન સુંદરને એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા નથી. જેથી આ ત્રણેય ખેલાડીઓના વર્લ્ડકપમાં રમવા પર પણ સવાલ ઉભા થયા છે. યુઝવેન્દ્ર ચહલને વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ વનડે સીરિઝની એક પણ મેચમાં ચહલને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નહતું. સાથે વોશિંગ્ટન સુંદર અત્યારે આયરલેન્ડ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાનો ભાગ છે, જ્યારે આર. અશ્વિન જાન્યુઆરી 2022માં ભારત માટે છેલ્લી વનડે મેચ રમ્યો હતો.

કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની વાપસી

રોહિત શર્માના નૈતૃત્વ વાળી ટીમ ઈન્ડિયામાં વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની વાપસી થઈ છે. આ અગાઉ રાહુલ અને અય્યર બંને ઈજાગ્રસ્ત થયા હતા, પરંતુ હવે બંને ખેલાડી સંપૂર્ણ ફિટ છે. આ બંને ખેલાડીની વાપસી થવાથી ટીમ ઈન્ડિયાનો મિડલ ઓર્ડર મજબૂત બનશે.

એશિયા કપ માટે ભારતીય સ્ક્વોડ

રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી, ઈશાન કિશન, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, સંજૂ સેમસન(રિઝર્વ ખેલાડી).

  • Follow us on: