• નીરજ ચોપરા પેરિસ ડાયમંડ લીગમાંથી બહાર થઈ ગયો
  • પગમાં સોજો આવી જવાને કારણે તેણે આ નિર્ણય લીધો
  • નીરજે તુર્કીમાં પાવો નુર્મી ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

નીરજ ચોપરા પેરિસ ડાયમંડ લીગમાંથી બહાર થઈ ગયો છે. પગમાં સોજો આવી જવાને કારણે તેણે આ નિર્ણય લીધો છે. નીરજ ચોપરાએ ગયા મહિને ફિનલેન્ડના તુર્કીમાં પાવો નુર્મી ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે અહીં 85.97 મીટરનો થ્રો કર્યો હતો. તેણે કહ્યું કે તે છેલ્લા કેટલાક સમયથી પોતાના શરીરને લઈને વધુ સભાન બની ગયો છે. તે હવે પોતાને કોઈ જોખમમાં મૂકતો નથી. અગાઉ તે આવું કરતો હતો.

મારુ સમગ્ર ધ્યાન ટ્રેનિંગ પર છે

આ અંગે નીરજ ચોપરાએ કહ્યું કે, આ સમયે તેનું ધ્યાન ટ્રેનિંગ અને તેના બ્લોકિંગ લેગને મજબૂત કરવા પર છે. તેણે આગળ કહ્યું, 'જ્યારે હું ભાલો ફેંકું છું, ત્યારે મારે મારા બ્લોકિંગ પગને મજબૂત કરવાની જરૂર છે. એ સમયે મારી કમરમાં તાણ આવી જાય છે. અમે હાલમાં કમર પરનું દબાણ ઘટાડવાની રીતો પર કામ કરી રહ્યા છીએ. પેરિસ ઓલિમ્પિક ગેમ્સ બાદ આ અંગે ડોક્ટરોની સલાહ લેવામાં આવશે.

મારા માટે સ્વાસ્થ્ય પ્રથમ છે

તેણે આગળ કહ્યું, 'મારી યોજના શક્ય તેટલી વધુ સ્પર્ધાઓમાં ભાગ લેવાની હતી. હું તે કરી શક્યો હોત, પરંતુ મને લાગ્યું કે મારું સ્વાસ્થ્ય મારા માટે પ્રથમ છે. હું થોડી રાહ જોતા શીખી ગયો છું. જો હું તાલીમ દરમિયાન અસ્વસ્થતા અનુભવું છું, તો હું ટ્રેનિંગ કરવાનું બંધ કરી દઉ છું. તેને એડક્ટર નિગલની સમસ્યા છે. આ સ્નાયુઓ જે જાંઘને હિપ સાથે જોડે છે. ભાલા ફેંકનાર માટે આ સ્નાયુ ખૂબ જ મહત્વપૂર્ણ છે.


  • Follow us on: