- ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમશે
- સિરીઝ માટે BCCIએ ભારતીય ટીમની જાહેરાત કરી
- વિરાટ કોહલી શ્રીલંકા સામેની સિરીઝમાં કરશે વાપસી
ભારતનો શ્રીલંકા પ્રવાસ જુલાઈના અંતથી શરૂ થવા જઈ રહ્યો છે. જ્યાં ભારત અને શ્રીલંકા વચ્ચે 3-3 T20 અને ODI મેચ રમાશે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા એક નવા અંદાજમાં જોવા મળશે.ટીમને ગૌતમ ગંભીરના રૂપમાં નવા હેડ કોચ મળ્યા છે.આ સાથે જ સૂર્યકુમાર યાદવને T20માં ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને શ્રીલંકા સામેની વનડે સિરીઝમાં ભાગ લેશે. પહેલા બધાને લાગતું હતું કે વિરાટ કોહલી ગૌતમ ગંભીરના નવા હેડ કોચ બનવાથી નારાજ છે, પરંતુ હવે વિરાટ કોહલીનું નામ ODIમાં સામે આવ્યા બાદ આ શંકાનો અંત આવ્યો છે. આ સાથે વિરાટ કોહલીએ BCCIને પણ સ્પષ્ટ સંદેશ લખીને ગૌતમ ગંભીર સાથેના જૂના વિવાદનો અંત આણ્યો છે.
કોહલીએ BCCIને ખાતરી આપી હતી
એક અહેવાલ મુજબ, કોહલીએ BCCIને ખાતરી આપી છે કે તેની અને ગંભીર વચ્ચેના ભૂતકાળના મતભેદો ટીમમાં તેમના વ્યાવસાયિક સંબંધોને અસર કરશે નહીં. બંનેનો ઉદ્દેશ્ય ભારતીય ટીમના હિતમાં કામ કરવાનો છે અને આ અંગે ચિંતા કરવાની જરૂર નથી.
શ્રીલંકા સામે T20 અને ODI સિરીઝનું શેડ્યૂલ
T20 સિરીઝઃ આ સિરીઝની પ્રથમ T20 મેચ 27 જુલાઈએ રમાશે. બીજી મેચ 28મી જુલાઈએ અને ત્રીજી T20 મેચ 30મી જુલાઈએ રમાશે.
ODI સિરીઝ: આ સિરીઝની પ્રથમ ODI મેચ 2જી ઓગસ્ટે, બીજી ODI 4થી ઓગસ્ટે અને ત્રીજી ODI 7મી ઓગસ્ટે રમાશે.
શ્રીલંકા સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ.
શ્રીલંકા સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ ઐયર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા.