• ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે મેચ
  • લખનઉના ઈકાના સ્ટેડિયમમાં મેચ
  • વિરાટ કોહલીને આઉટ થવા બાદ આવ્યો ગુસ્સો

ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિરાટ કોહલીનું બેટ ચાલતું નથી. કોહલી 9 બોલ રમીને શૂન્યના સ્કોર પર આઉટ થયો છે. આ વર્લ્ડકપમાં કોહલી પ્રથમ વખત શૂન્યમાં આઉટ થયો છે. વિરાટ શરૂઆતમાં થોડો પ્રેશરમાં જોવા મળ્યો હતો. તે પોતાનું ખાતું ખોલવા માટે પ્રયાસ કરતો હતો, જે બાદ કોહલીએ આગળ વધીને શોટ મારવાનો પ્રયાસ કર્તો હતો. આ દરમિયાન કોહલી આઉટ થયો હતો. જે બાદ કોહલી ખુબ ગુસ્સામાં જોવા મળ્યો હતો. આઉટ થયા બાદ કોહલી ડ્રેસિંગ રૂમમાં ભડાસ કાઢતો હતો. કોહલી પોતાનો હાથ ખુર્સી પર મારતો હતો.

સચિનથી એક કદમ દૂર છે વિરાટ

વિરાટ કોહલી આ વર્લ્ડકપમાં શાનદાર ફોર્મમાં છે. કોહલીએ અત્યાર સુધી 6 મેચમાં 354 રન બનાવ્યા છે. અંદાજ લગાવવામાં આવતો હતો કે, આજે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પણ કોહલીનું બેટ ચાલશે, પરંતુ વિરાટ શૂન્ય પર આઉટ થયો હતો. કોહલી આ વર્લ્ડકપમાં 3 ફિફ્ટી અને 1 સદી ફટકારી ચૂક્યો છે. આવી સ્થિતિમાં આજે કોહલી પાસે સદી ફટકારીને સચિનના રેકોર્ડની બરાબરી કરવાની તક હતી. સચિને વનડે ક્રિકેટમાં કુલ 49 સદી ફટકારી છે અને કોહલીએ અત્યાર સુધી 48 સદી ફટકારી છે. જો કોહલી હવે 1 સદી ફટકારશે, તો તે સચિન તેંડુલકરની બરાબરી કરશે.

ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન

ભારત માટે સૌથી વધુ 101 બોલમાં 87 રન કેપ્ટન રોહિત શર્માએ કર્યા છે, જ્યારે શુભમન ગિલે 13 બોલમાં 9, વિરાટ કોહલીએ 9 બોલમાં શૂન્ય, શ્રેયસ અય્યરે 16 બોલમાં 4, કેએલ રાહુલે 58 બોલમાં 39, સૂર્યકુમાર યાદવે 47 બોલમાં 49, રવિન્દ્ર જાડેજાએ 13 બોલમાં 8, મોહમ્મદ શમીએ 5 બોલમાં 1, જસપ્રીત બુમરાહે 25 બોલમાં 16 અને કુલદીપ યાદવે 13 બોલમાં 9 રન કર્યા છે.


  • Follow us on: