- વિરાટ કોહલી વર્લ્ડકપમાં પ્રથમ વખત શૂન્ય પર આઉટ
- કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 34 વખત શૂન્ય પર આઉટ
- વિરાટ કોહલીએ સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વર્લ્ડકપ 2023માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. કિંગ કોહલી 9 બોલ રમીને શૂન્ય પર આઉટ થયો હતો. ODI વર્લ્ડ કપમાં પ્રથમ વખત શૂન્ય પર આઉટ થયો હતો. દરેક જગ્યાએ ચર્ચા હતી કે વિરાટ તેની 49મી સદી ફટકારીને સચિનની બરોબરી કરશે પરંતુ એવું ન થયું પરંતુ વિરાટ કોહલીએ સચિન તેંડુલકરના એક રેકોર્ડની બરાબરી કરી હતી. વિરોટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શૂન્ય પર આઉટ થવાના મામલે સચિન તેંડુલકરની બરાબરી કરી છે.
વિરાટ કોહલી વર્લ્ડકપમાં પ્રથમ વખત ડક
વિરાટ કોહલી વર્તમાન વર્લ્ડકપમાં શાનદાર ફોર્મમાં હતો. આ ટૂર્નામેન્ટમાં તેણે 354 રન બૂનાવ્યા હતા. આ પહેલા વિરાટ કોહલી 2011, 2015 અને 2019ના વર્લ્ડ કપનો પણ ભાગ રહી ચૂક્યો છે. પરંતુ તે ODI વર્લ્ડકપમાં પ્રથમ વખત શૂન્ય પર આઉટ થયો હતો. વિરાટના નામે આ ટૂર્નામેન્ટની 32 ઇનિંગ્સમાં 1384 રન છે. તેણે 3 સદી અને 9 ફિફ્ટી ફટકારી છે.
ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ડક
- ઝહીર ખાન- 44 (232 ઇનિંગ્સ)
- ઇશાંત શર્મા- 40 (173 ઇનિંગ્સ)
- હરભજન સિંહ- 37 (286 ઇનિંગ્સ)
- અનિલ કુંબલે- 35 (309 ઇનિંગ્સ)
- સચિન તેંડુલકર- 34 (782 ઇનિંગ્સ)
- વિરાટ કોહલી- 34 (569 ઇનિંગ્સ)
વિરાટ કોહલીના નામે શરમજનક રેકોર્ડ
આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લખનૌના ઇકાના સ્ટેડિયમમાં મેત રમાઇ રહી છે. આ મેચમાં ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી.આ મેચમાં વિરાટ કોહલીના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. વિરાટ કોહલી 9 બોલમાં શૂન્ય રન કરીને આઉટ થયો હતો. વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમમાં ગુસ્સે થઈ ગયો હતો અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.