• આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
  • વિરાટ કોહલી શૂન્ય પર આઉટ થયો
  • વર્લ્ડકપમાં કોહલી પ્રથમ વખત શૂન્ય પર આઉટ

લખનઉ ઇકાના સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ભારતીય ટીમને પહેલો ઝટકો 20 રનના સ્કોર પર લાગ્યો હતો. શુભમન ગિલને ક્રિસ વોક્સે આઉટ કર્યો હતો. શુભમન ગિલે 13 બોલમાં 9 રન બનાવ્યા હતા. તે જ સમયે, આ પછી વિરાટ કોહલી એકપણ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. વિરાટ કોહલીને ડેવિડ વિલીએ આઉટ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર ફેન્સે શું કહ્યું?

વાસ્તવમાં, ભારતીય ફેન્સ વિરાટ કોહલી પાસેથી 49મી સદીની આશા રાખતા હતા, પરંતુ વિરાટ કોહલી શૂન્ય પર આઉટ થતા ફેન્સ નિરાશ થયા હતા. ત્યાર પછી સોશિયલ મીડિયા યુઝર્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. વર્લ્ડકપમાં વિરાટ કોહલી પ્રથમ વખત શૂન્ય પર આઉટ થયો હતો.

આ વર્લ્ડકપમાં વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન

જોકે આ વર્લ્ડકપમાં વિરાટ કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી પાંચમા સ્થાને છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 6 મેચમાં 88.50ની એવરેજથી 354 રન બનાવ્યા છે. પરંતુ આજે વિરાટ કોહલી એકપણ રન બનાવ્યા વિના આઉટ થયો હતો.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ

જો કે જો ભારત-ઈંગ્લેન્ડ મેચની વાત કરીએ તો સમાચાર લખાય છે ત્યાં સુધી ટીમ ઈન્ડિયા 19 ઓવરમાં 3 વિકેટે 70 રન પર સંઘર્ષ કરી રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા 55 બોલમાં 43 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે કેએલ રાહુલ 22 બોલમાં 14 રન બનાવીને ક્રિઝ પર છે. બંને ખેલાડીઓ વચ્ચે 44 બોલમાં 30 રનની પાર્ટનરશીપ થઇ છે. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલએ 2 અને ક્રિસ વોક્સને 1 સફળતા મળી છે.

  • Follow us on: