- ગ્રૂપનો અંતિમ મુકાબલો શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે થશે
- વિજય મેળવનાર ટીમ સુપર-4માં પ્રવેશ કરશે
- હારનાર ટીમ એશિયા કપમાંથી બહાર થશે
એશિયા કપની શરૂઆત અપસેટ સાથે થઈ છે અને ગ્રૂપ-બીમાં અફઘાનિસ્તાનની ટીમ શ્રીલંકા અને બાંગ્લાદેશ બંનેને હરાવીને સુપર-4 તબક્કામાં પ્રવેશી ચૂકી છે. હવે ગ્રૂપના અંતિમ મુકાબલો ગુરુવારે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે થશે અને આ મેચ જીતનાર ટીમ બીજા રાઉન્ડમાં પહોંચી જશે. હારનાર ટીમ એશિયા કપમાંથી બહાર થશે. ટૂર્નામેન્ટના ઇતિહાસમાં શ્રીલંકન ટીમ સફળ છે અને તે પાંચ વખત ટાઇટલ જીતી ચૂકી છે. બાંગ્લાદેશ હજુ સુધી એક પણ વખત ચેમ્પિયન બન્યું નથી.
અફઘાનિસ્તાન સામે શ્રીલંકા નિષ્ફળ













