પાકિસ્તાનનો સ્પિનર અબરાર અહેમદને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તે તાવથી પીડાઈ રહ્યો છે. અબરાર પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મુલ્તાનમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચનો ભાગ છે. ટેસ્ટ દરમિયાન જ હોસ્પિટલ પહોંચી ગયો હતો. મુલ્તાન ટેસ્ટમાં પાકિસ્તાનની હાલત ખરાબ થઈ ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા તેણે 556 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડે 7 વિકેટ ગુમાવીને 823 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો.


અબરાર અહેમદની તબિયત લથડી

અહેવાલ અનુસાર અબરાર અહેમદ મુલતાન ટેસ્ટ દરમિયાન તાવનો શિકાર બન્યો હતો. આ કારણથી તેને ટેસ્ટ દરમિયાન જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેની અહીં તપાસ કરવામાં આવશે. જો કે આ પછીની માહિતી હજુ સામે આવી નથી. ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ દરમિયાન અબરરે 35 ઓવર ફેંકી હતી. આ દરમિયાન 174 રન આપ્યા. જોકે તે એક પણ વિકેટ લઈ શક્યો નહોતો.

ઈંગ્લેન્ડ સામે પાકિસ્તાનની હાલત ખરાબ

પાકિસ્તાનને તાજેતરમાં બાંગ્લાદેશે ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું હતું. હવે તેની હાલત ઈંગ્લેન્ડ સામે પણ ખરાબ છે. ઈંગ્લેન્ડે 823 રન બનાવીને પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જો રૂટે બેવડી સદી ફટકારી હતી. તેણે 262 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 17 ચોગ્ગા ફટકાર્યા હતા. હેરી બ્રુકે ત્રેવડી સદી ફટકારી હતી. તેણે 317 રન બનાવ્યા હતા. બ્રુકે 29 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જેક ક્રાઉલીએ 78 રનની ઇનિંગ રમી હતી.

પાકિસ્તાનની ફ્લોપ બોલિંગ

પાકિસ્તાનના બોલરો બ્રુક અને રૂટને યોગ્ય સમયે આઉટ કરી શક્યા ન હતા. જેના કારણે ઈંગ્લેન્ડનો સ્કોર 800 રનને પાર કરી ગયો હતો. આ સાથે મુલતાનની પિચ પણ ટેસ્ટની દૃષ્ટિએ સારી નહોતી. પાકિસ્તાન તરફથી નસીમ શાહે 2 વિકેટ લીધી હતી. સેમ અયુબે 2 વિકેટ લીધી હતી. અયુબની ઈકોનોમી 7.20 હતી. જમાલ, આગા સલમાન અને શાહીન આફ્રિદીને 1-1 વિકેટ મળી હતી.

  • Follow us on: