પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓક્ટોબરમાં ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે. પાકિસ્તાને ત્રણેય મેચ ઘરઆંગણે રમવાની છે. પાકિસ્તાની ટીમ છેલ્લા કેટલાક સમયથી ઘરઆંગણે સારું પ્રદર્શન કરી રહી નથી. તાજેતરમાં તેમને બાંગ્લાદેશ સામેની સિરીઝ 2-0થી ગુમાવવી પડી હતી. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે અને તેનું મોટું કારણ પણ આપ્યું છે.


કરાચીના સ્ટેડિયમમાં બાંધકામ ચાલી રહ્યું છે

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનની ધરતી પર થવાનું છે અને પાકિસ્તાન તેના માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીનો ડ્રાફ્ટ શેડ્યૂલ PCB દ્વારા ICCને મોકલવામાં આવ્યો છે, પરંતુ પીસીબી દ્વારા મોકલવામાં આવેલ શેડ્યૂલને હજુ સુધી તેને સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી. ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ કરાચી, લાહોર અને રાવલપિંડીમાં યોજાવાની છે. આ કારણોસર, કરાચીમાં નેશનલ બેંક સ્ટેડિયમમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

બીજી ટેસ્ટ મેચ મુલ્તાનમાં રમાશે

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ કરાચીમાં રમાવાની હતી. પરંતુ હવે તેને મુલ્તાનમાં શિફ્ટ કરવામાં આવી છે, જે 15 થી 19 ઓક્ટોબર વચ્ચે રમાશે. મુલ્તાન 7 થી 11 ઓક્ટોબર દરમિયાન રમાનારી પ્રથમ ટેસ્ટ સહિત બે ટેસ્ટ મેચોની યજમાની કરશે. ત્રીજી ટેસ્ટ શેડ્યૂલ મુજબ 24 થી 28 ઓક્ટોબર દરમિયાન રાવલપિંડીમાં રમાશે.

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ટેસ્ટ સિરીઝ રમવા માટે 2 ઓક્ટોબરે મુલ્તાન પહોંચશે. PCBના ડાયરેક્ટર ઉસ્માન વાહલાએ કહ્યું કે નાના ફેરફારો છતાં અમે ચાહકોને સમર્થન આપવા અને યાદગાર પ્રવાસ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. ઇંગ્લેન્ડની પુરૂષ ક્રિકેટ ટીમનું પાકિસ્તાનમાં સ્વાગત કરવા માટે PCB રોમાંચિત છે.

પાકિસ્તાન વિ ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ

  • પહેલી ટેસ્ટ- 7-11 ઓક્ટોબર, મુલ્તાન
  • બીજી ટેસ્ટ- 15-19 ઓક્ટોબર, મુલ્તાન
  • ત્રીજી ટેસ્ટ- 24-28 ઓક્ટોબર, રાવલપિંડી

  • Follow us on: