પાકિસ્તાનની ODI અને T20 આંતરરાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ ગેરી કર્સ્ટને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કર્સ્ટને એપ્રિલ 2024માં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સાથે બે વર્ષનો કરાર કર્યો હતો, પરંતુ તેને માત્ર છ મહિનામાં જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.


દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગેરી કર્સ્ટનના કાર્યકાળ દરમિયાન ભારતે 2011નો વર્લ્ડ કપ જીત્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ ટેસ્ટ કોચ જેસન ગિલેસ્પી, ગેરી કર્સ્ટન અને PCB વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી.

ગેરી કર્સ્ટને પાકિસ્તાનની ટીમ કેમ છોડી?

મીડિયા રિપોર્ટ મુજબ PCBએ જ્યારથી પસંદગીને લઈને મુખ્ય કોચની દખલગીરી બંધ કરી છે, ત્યારથી મુખ્ય કોચ અને PCB વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. ગિલેસ્પીએ પણ આ અંગે ખુલ્લેઆમ નિરાશા વ્યક્ત કરી હતી. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી હોમ ટેસ્ટ દરમિયાન ગિલેસ્પીએ કહ્યું હતું કે હું હવે માત્ર મેચ ડે એનાલિસ્ટ છું અને મેં આ માટે કોઈ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી.

ગેરી કર્સ્ટને આ વાત નથી પસંદ!

ગેરી કર્સ્ટને આ અંગે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે આ બધી બાબતોથી ખૂબ નિરાશ છે. તેથી જ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે પાકિસ્તાનની વનડે ટીમની જાહેરાત પણ વિલંબ થયો હતો. પીસીબીની વર્તમાન પસંદગી સમિતિમાં કોચને સાઈડલાઈન રાખવામાં આવ્યા છે અને ગેરી કર્સ્ટન કે જેસન ગિલેસ્પીને આ પસંદ નથી. જ્યારે પાકિસ્તાન ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝની પહેલી મેચ હારી ગયું હતું, ત્યારે ત્રણ મહિનામાં ત્રીજી પસંદગી સમિતિની રચના કરવામાં આવી હતી. આકિબ જાવેદ, અલીમ દાર, અઝહર અલી, અસદ શફીક અને હસન ચીમા તેનો ભાગ બન્યા. ટીમ સિલેક્શનમાંથી કોચ અને કેપ્ટનની મનમાની સંપૂર્ણપણે દૂર કરવામાં આવી હતી.


  • Follow us on: