• ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
  • બાબર આઝમ આઉટ થતા એક ફેનએ ટીવી તોડી
  • પાકિસ્તાનની ટીમ માત્ર 191 રનમાં ઓલઆઉટ થઈ હતી

ભારત-પાકિસ્તાન મેચનો ક્રેઝ જાણીતો છે. ક્રિકેટની દુનિયામાં, ફેન્સ હંમેશા આ બંને ટીમો વચ્ચેની ટક્કરની રાહ જોતા હોય છે. પછી જ્યારે કોઈ ટીમ મેચ જીતે છે, ત્યારે તે ટીમના ફેન્સ જોરદાર ઉજવણી કરે છે, જ્યારે હારેલી ટીમના ફેન્સનો ગુસ્સો ક્યારેક હદ વટાવી દે છે. ભારત-પાકિસ્તાનની મેચમાં હારેલી ટીમના ફેન્સની નારાજગીના વીડિયો ઘણીવાર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવે છે. આ વખતે વર્લ્ડ કપની મેચ બાદ આવો જ એક વીડિયો પણ સામે આવ્યો છે.

ટીવી તોડ્યાનો વીડિયો વાયરલ

વર્લ્ડકપ 2023માં શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ હતી. એક સમયે આ મેચમાં પાકિસ્તાન ખૂબ જ સારી સ્થિતિમાં હતું. પાકિસ્તાનની ટીમે 150 રનનો આંકડો પાર કર્યો હતો અને માત્ર બે વિકેટ પડી હતી. પરંતુ કેપ્ટન બાબર આઝમ આઉટ થતા જ પાકિસ્તાનની ટીમ 191 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. બાબર આઝમ પાકિસ્તાનની ટીમનો આધાર છે. પાકિસ્તાનની ફેન્સ તેની વિકેટ પડવાનો અર્થ સમજે છે. આવી સ્થિતિમાં જ્યારે બાબર આઝમ બોલ્ડ થયો ત્યારે પાકિસ્તાનનો એક નાનકડો ફેન એટલો ગુસ્સે થયો કે તેણે ટીવી તોડી નાખ્યું હતું.

ભારતની જીત

આ વીડિયો મેચના બીજા જ દિવસે વાયરલ થવા લાગ્યો હતો. આ વીડિયોમાં એક પાકિસ્તાની પરિવાર ભારત-પાકિસ્તાન મેચ જોઈ રહ્યો છે. અહીં બાબર આઝમ આઉટ થતાં જ એક બાળક ગુસ્સામાં તેની સામે રાખેલી વસ્તુ ટીવી પર ફેંકી દે છે. અહીં ટીવી ધડાકા સાથે નીચે પડી જાય છે. આ પછી માતા-પિતા પણ પોતાના બાળકને પૂછતા જોવા મળે છે કે, 'તેં શું કર્યું, તને શું થયું.' આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ માત્ર 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે 117 બોલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતી લીધી હતી.

  • Follow us on: