• પાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત
  • ભારતીય ટીમ સતત ત્રણ મેચ જીતી
  • પાકિસ્તાનને હરાવી ટીમ ઈન્ડિયા પુણે પહોંચી

પાકિસ્તાન પર તેની શાનદાર જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમ પુણે પહોંચી છે. પોતાના વર્લ્ડકપ અભિયાનમાં સતત ત્રણ જીત નોંધાવ્યા બાદ રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ગુરુવારે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. પુણે એરપોર્ટ અને ટીમ હોટલ પર ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો BCCIએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

https://www.instagram.com/reel/Cya9lXKKr6N/?utm_source=ig_embed&ig_rid=8503350a-fd37-41a7-90d9-334b0a09ec89


હોટલમાં કરાયું ભવ્ય સ્વાગત

એરપોર્ટની બહાર એકઠા થયેલા ફેન્સે 'ઈન્ડિયા,ઈન્ડિયા' ના નારા લગાવ્યા હતા. જે બાદ ભારતીય ખેલાડીઓ હોટલ પહોંચ્યા તો ત્યાંના સ્ટાફે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ટીમ ઈન્ડિયાની નજર વર્લ્ડકપમાં સતત ચોથી જીત પર છે. ભારતે પાકિસ્તાન પહેલા ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. બીજી તરફ બાંગ્લાદેશની ત્રણ મેચમાંથી એક મેચમાં જીત થઈ છે. બાંગ્લાદેશે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. જે બાદ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

બાબરે બેંગ્લોરમાં ઉજવ્યો જન્મદિવસ

બીજી તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનની ટીમ પણ આગામી મેચ માટે બેંગ્લોર પહોંચી ગઈ છે. તેને ત્યાં 20 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમવાનું છે. પાકિસ્તાને 3માંથી 2 મેચ જીતી છે. ભારત સામે હારતા પહેલા તેણે નેધરલેન્ડ અને શ્રીલંકાને હરાવ્યું હતું. બેંગ્લોરની ટીમ હોટલમાં પાકિસ્તાની ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનો જન્મદિવસ છે. જેથી બાબરે બંગ્લોરની હોટલમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે.

  • Follow us on: