- વનડે વર્લ્ડકપમાં શ્રીલંકાની ટીમને મોટો ઝટકો
- શ્રીલંકાનો સ્ટાર બેટ્સમેન દાસુન શનાકા થયો ઈજાગ્રસ્ત
- ચમિકા કરુણારત્નેને ટીમમાં કરાયો સામેલ
વનડે વર્લ્ડકપ 2023માં શ્રીલંકાને મોટો ઝટકો લાગ્યો છે. શ્રીલંકા ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન દાસુન શનાકા ઈજાગ્રસ્ત થયો છે. જેથી તે વર્લ્ડકપમાંથી બહાર થયો છે. હવે ઓલરાઉન્ડર ચમિકા કરુણારત્નેને તેની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શનાકા મંગળવારે પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. જેથી આ ઈજા બાદ સ્કેન કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું કે, દાસુનને 3 અઠવાડિયા સુધી રમતમાંથી બહાર રાખવામાં આવશે.
કરુણારત્નેને ટીમમાં સામેલ કરવાનો વિકલ્પ
શ્રીલંકાના શનાકાની જગ્યાએ ઓલરાઉન્ડર ચમિકા કરૂણારત્નેને ટીમમાં સામેલ કરવાનો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે. જે પહેલાંથી જ ભારતમાં છે. ICCએ એક નિવેદનમાં કહ્યું કે, ICC પુરુષ ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ઈવેન્ટ ટેકનીકી સમિતિએ શ્રીલંકાની ટીમમાં દાસુન શનાકાના બદલે ચમિકા કરુણારત્નેને સામેલ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આગામી મેચ રમશે શ્રીંલકા
27 વર્ષીય કરૂણારત્ને રિઝર્વ ખેલાડી તરીકે ટીમ સાથે યાત્રા કરી રહ્યો છે અને સોમવારે લખનઉમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રીલંકા આગામી મેચ રમશે. ઉલ્લેખનીય છે કે, કરૂણારત્નેએ એપ્રિલના શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T-20 મેચ રમ્યા બાદ શ્રીલંકા વિરુદ્ધ કોઈ મેચ રમી નહતી, પરંતુ તે શ્રીલંકા માટે ત્રણેય ફોર્મેટમાં 60થી વધુ મેચ રમ્યો છે.