• ભારતને ચેમ્પિયન્સ ટ્રોફીમાં હરાવનાર સરફરાઝ અહેમદ ખેલાડીઓને પાણી પીવડાવવા મજબૂર
  • ટેસ્ટ ટીમમાં પ્રથમ પસંદગીનો વિકેટકીપર હોવા છતાં મોહમ્મદ રિઝવાનને અપાઈ તક
  • પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદને બાંગ્લાદેશ સામે ટેસ્ટ ટીમમાંથી બહાર કરતા ફેન્સમાં નારાજગી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદ એક સમયે સૌથી વધુ ચર્ચિત ખેલાડી હતા. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતને હરાવીને તે આખા પાકિસ્તાનનો હીરો બની ગયો હતો. તેનું નામ દેશભરમાં ફેમસ હતું, પરંતુ ટીમનો સૌથી સિનિયર ખેલાડી હોવા છતાં તે ખેલાડીઓ માટે પાણી લઈ જવા મજબૂર છે. પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે, જે 21 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. આ પહેલા તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ટેસ્ટમાં તે ટીમનો પ્રથમ પસંદગીનો વિકેટકીપર હતો, તેમ છતાં તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરીને મોહમ્મદ રિઝવાનને તક આપવામાં આવી છે.

સરફરાઝ અહેમદનું અપમાન?

બાંગ્લાદેશ ટેસ્ટના પહેલા જ દિવસે સરફરાઝ અહેમદને એક જટકો લાગ્યો હતો. પરંતુ બીજા દિવસે તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતને હરાવનાર પાકિસ્તાની કેપ્ટનને પાણી લઈને મેદાનમાં જવું પડ્યું હતું. આ જોઈને ઘણા ફેન્સ ગુસ્સે થઈ ગયા. તેવોનું માનવું છે કે સરફરાઝને પહેલા જાણી જોઈને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને હવે તેને ડ્રિંક્સ સર્વ કરાવીને તેનું અપમાન કરવામાં આવી રહ્યું છે. કેટલાક ફેન્સે સરફરાઝને એક ટીમ મેન બતાવ્યો. આ દરમિયાન તે યુવા ઓપનર સેમ અયુબ સાથે વાત કરતો જોવા મળ્યો હતો.

નિર્ણય પર હોબાળો

ભારતને નુકસાન પહોંચાડનાર સરફરાઝ અહેમદને રાવલપિંડીમાં રમાઈ રહેલી ટેસ્ટમાંથી બાકાત રાખવાને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના આ નિર્ણયથી ફેન્સ નારાજ છે. સાથે જ રિઝવાનની સદી બાદ એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેના માટે ટીમમાં વાપસી કરવી મુશ્કેલ બની શકે છે. ગયા વર્ષે જ્યારે રિઝવાન સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે સરફરાઝને તક આપવામાં આવી હતી. ત્યારબાદ તેણે 2-3 સારી ઇનિંગ્સ રમી હતી. હવે 37 વર્ષના સરફરાઝની જગ્યાએ રિઝવાનને તક આપવાથી પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટનો સંદેશ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. સરફરાઝે 54 મેચમાં 37ની એવરેજથી 3031 રન બનાવ્યા છે. જ્યારે રિઝવાને 30 મેચમાં 40ની એવરેજથી 1616 રન બનાવ્યા છે.


  • Follow us on: