• ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જશે
  • ઈંગ્લેન્ડ સાથે T20 અને ODI મેચોની સિરીઝ રમશે
  • વર્લ્ડકપની તૈયારીમાં વ્યસ્ત છે ભારતીય મહિલા ટીમ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જશે. અહીં ઈંગ્લેન્ડ સાથે 5 T20 અને ત્રણ ODI મેચોની સિરીઝ રમાશે. આ માટે હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારત-ઈંગ્લેન્ડ સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારતીય મહિલા ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે જૂન 2025થી સિરીઝ રમાશે. ટી20 સિરીઝની પ્રથમ મેચ 28 જૂને નોટિંગહામમાં રમાશે.

ઇંગ્લેન્ડના પ્રવાસે જશે ભારતીય ટીમ

ભારતીય મહિલા ટીમ જૂન 2025માં ઈંગ્લેન્ડ પ્રવાસ પર જશે. આ સમયગાળા દરમિયાન, 5 મેચોની T20 સિરીઝ રમાશે. આ સિરીઝની પ્રથમ મેચ 28 જૂને નોટિંગહામમાં રમાશે. બીજી મેચ 1 જુલાઈએ બ્રિસ્ટોલમાં રમાશે. ત્રીજી મેચ 4 જુલાઈએ લંડનમાં રમાશે. સિરીઝની ચોથી મેચ 9 જુલાઈએ માન્ચેસ્ટરમાં રમાશે. આ સિરીઝની છેલ્લી મેચ 12મી જુલાઈએ બર્મિંગહામમાં રમાશે.

T20 તથા વન ડે સિરીઝ રમશે ભારતીય ટીમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ રમાશે. આ સિરીઝની પ્રથમ મેચ 16 જુલાઈના રોજ સાઉથમ્પટનમાં રમાશે. બીજી મેચ 19મી જુલાઈના રોજ લંડનમાં રમાશે. તેની સિરીઝની છેલ્લી મેચ 22 જુલાઈએ ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં રમાશે.


વર્લ્ડકપની તૈયારીમાં વ્યસ્ત છે ભારતીય ટીમ

તમને જણાવી દઈએ કે મહિલા ટીમ ઈન્ડિયા હાલમાં T20 વર્લ્ડકપ 2024ની તૈયારી કરી રહી છે. મહિલા T20 વર્લ્ડ કપ 3 ઓક્ટોબરથી શરૂ થશે. આ ટુર્નામેન્ટ બાંગ્લાદેશમાં યોજાવાની હતી. પરંતુ બાંગ્લાદેશમાં પ્રવર્તમાન ખરાબ વાતાવરણને કારણે તેની પાસેથી હોસ્ટિંગ છીનવી લેવામાં આવ્યું છે. હવે આ ટૂર્નામેન્ટ UAEમાં યોજાઈ શકે છે. જેમાં ભારતનો પ્રથમ મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. ટીમ ઈન્ડિયાની બીજી મેચ પાકિસ્તાન સામે થવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ઓક્ટોબરે મેચ રમાવાની છે. ટીમ ઈન્ડિયાની છેલ્લી ગ્રુપ મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે.

  • Follow us on: