- ફવાદને પાક.ટીમમાં ન મળ્યું સ્થાન
- ફવાદે પાકિસ્તાન છોડ્યું
- શિકાગો કિંગ્સમેન તરફથી રમશે
પાકિસ્તાનના પૂર્વ ખેલાડી ફવાદ અમેરિકામાં થનારી માઈનર લીગ ક્રિકેટ T-20માં શિકાગો કિંગ્સમેન તરફથી લોકલ પ્લેયર તરીકે રમશે. તે સમી અસલમ, હમ્માદ આઝમ, સૈફ બદર અને મોહમ્મદ મોહસિન જેવા પાકિસ્તાની ખેલાડીઓના લાંબા લિસ્ટમાં સામેલ થયા છે. જે અમિરાયા ચાલ્યા ગયા છે. ફવાદે મે 2007માં વનડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. જે બાદ આ વર્ષે સપ્ટેમ્બરમાં તેમણે T-20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાન માટે ડેબ્યૂ કર્યું હતું.
2009માં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું
2009માં ફવાદે પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારનારા ફવાદને 3 ટેસ્ટ બાદ ડ્રોપ કરવામાં આવ્યા હતા અને પછી 11 વર્ષના સમય બાદ 2020માં ફવાદ ફરી એક વખત 2022માં પાકિસ્તાન ટેસ્ટ ટીમનો ભાગ બન્યો હતો. ફવાદે પાકિસ્તાન માટે પોતાની છેલ્લી ટેસ્ટ જુલાઈ 2022માં રમી હતી. વનડેમાં ફવાદ છેલ્લી વખત 2015માં અને T-20 ઈન્ટરનેશનલમાં 2010માં છેલ્લી વખત જોવા મળ્યો હતો.
ફવાદે ટેસ્ટમાં 1 હજાર 11 રન કર્યા
ફવાદ પોતાના કરિયરમાં પાકિસ્તાન માટે 19 ટેસ્ટ, 38 વનડે અને 24 T-20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો હતો. ટેસ્ટની 30 ઈનિંગમાં ફવાદે 1 હજાર 11, વનડેની 36 ઈનિંગમાં 966 અને T-20ની 17 ઈનિંગમાં 194 રન બનાવ્યા હતા. ફવાદે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 6 સદી ફટકારી છે.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 14,522 રન કર્યા
આ ઉપરાંત ફર્સ્ટ ક્લાસમાં ફવાદના આંકડા ખુસ સારા રહ્યા છે. તેમણે 201 ફર્સ્ટ ક્લાસ મેચની 314 ઈનિંગમાં 14 હજાર 526 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે 43 સદી અને 70 ફિફ્ટી ફટકારી છે. જેમાં તેમનો હાઈ સ્કોર અણનમ 296 રહ્યો છે.