• 12 નવેમ્બરે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે
  • પાકિસ્તાનની પોઈન્ટ ટેબલમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ
  • પાક.ના પૂર્વ ખેલાડીએ પાકિસ્તાનને ઈજ્જત બચાવા આપી સલાહ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ ICC ODI વર્લ્ડ કપ 2023માં સેમિફાઇનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ટીમના પૂર્વ ખેલાડીઓ ગુસ્સે થઈ ગયા છે અને તેઓ આકરી ટીકા કરી રહ્યા છે. તેમજ પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે પાકિસ્તાનને સેમિફાઇનલમાં પહોંચવા માટે એક રસપ્રદ ફોર્મ્યુલા સૂચવી છે. જાણો વસીમ અકરમની મજાક ઉડાવતી સલાહ....

પાકિસ્તાન માટે સેમિફાઈનલની રેસમાં ટકવું અધરું!

પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023માં સેમીફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. જો તે તેની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડને 287 રનથી હરાવશે અથવા માત્ર 3.4 ઓવરમાં ઇંગ્લેન્ડ સામે લક્ષ્ય હાંસલ કરે તો જ તે અંતિમ-4માં પ્રવેશ કરી શકે છે. આ બંને પરિસ્થિતિમાં રહેવું પાકિસ્તાન માટે સહેલું નથી. ખાસ કરીને ઈંગ્લેન્ડ જેવી ટીમ સામે તે ખૂબ જ પડકારજનક છે. આવી સ્થિતિમાં પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમે એક નવી ફોર્મ્યુલા સૂચવી છે. આ ફોર્મ્યુલા સાંભળીને તમે પણ હસવાનું રોકી નહીં શકો.

વસીમ અકરમે કહ્યું છે કે, પાકિસ્તાન હજુ પણ સેમીફાઈનલમાં પહોંચી શકે છે જો તેઓ પ્રથમ બેટિંગ કરીને સારો સ્કોર કરે અને પછી ઈંગ્લેન્ડની આખી ટીમને 20 મિનિટ માટે ડ્રેસિંગ રૂમમાં બંધ કરી દે, જેથી ઈંગ્લેન્ડના તમામ ખેલાડીઓને ટાઈમ આઉટ આપી દેવામાં આવે.

પાકિસ્તાની ટીમને સેમિફાઈનલ માટે આપી સલાહ

વસીમ અકરમે આ વાત શ્રીલંકાના એન્જેલો મેથ્યુસ સાથેની ટાઈમ આઉટ ઘટનાના આધારે કહી હતી. શ્રીલંકા vs ન્યુઝીલેન્ડ મેચમાં એન્જેલો મેથ્યુસને પેવેલિયનમાં જવું પડ્યું કારણ કે તેને ક્રિઝ પર આવવામાં બે મિનિટથી વધુ સમય લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે વિકેટ પડી ગયા પછી નવા બેટ્સમેને બે મિનિટના અંતરાલ પછી સ્ટ્રાઈક લેવી પડે છે, નહીં તો નિયમો અનુસાર તેને આઉટ આપી શકાય છે.

એન્કરે ફોર્મ્યુલાનું પુનરાવર્તન કર્યું, મિસ્બાહે પણ માર્યો ટોણો

વસીમ અકરમે પાકિસ્તાની સ્પોર્ટ્સ ચેનલના એન્કર અને સાથી પૈનલિસ્ટ સાથેની વાતચીતમાં આ વાત કહી. આ રેકોર્ડ ન થઈ શક્યું પરંતુ લાઈવ શો દરમિયાન એન્કરે આ ફોર્મ્યુલાનું પુનરાવર્તન કર્યું. એન્કરની સાથે અન્ય પૈનલિસ્ટ શોએબ મલિક અને મિસ્બાહ ઉલ હક પણ આ ફોર્મ્યુલા પર હસતા રહ્યા. અહીં મિસ્બાહે પાકિસ્તાનની ટીમને પણ આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું, વસીમ ભાઈ, તમે આ પણ મુશ્કેલ કામ કહ્યું છે. આ માટે પણ પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ઓછામાં ઓછા 280 રન બનાવવા પડશે.

  • Follow us on: