• ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરાની મેચની તમામ ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
  • નીરજ ચોપરા 6 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકમાં પોતાનો પડકાર રજૂ કરતા જોવા મળશે
  • નીરજ ચોપરાના ફેને જાહેરાત કરી છે કે જો તે ગોલ્ડ મેડલ જીતશે તો તે આખી દુનિયાને ફ્રી વિઝાનું આપશે

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની શાનદાર સફર ચાલુ છે. ભારતે અત્યાર સુધીમાં 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારતને હજુ પણ ઘણી રમતોમાં મેડલની આશા છે. આ મેડલની આશા રાખનારા ફેન્સ પણ ગોલ્ડન બોય નીરજ ચોપરાની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કરોડો ભારતીય ફેન્સ નીરજ ચોપરા પાસેથી મેડલની આશા રાખી રહ્યા છે. નીરજ ચોપરા 8 ઓગસ્ટે ઓલિમ્પિકમાં પોતાનો પડકાર રજૂ કરતા જોવા મળશે. આ દરમિયાન નીરજ ચોપરાના એક ફેને આવી જાહેરાત કરી છે, જેને જાણીને તમે પણ હેરાન થઈ જશો.

કરી આ જાહેરાત?

ભારતીય મૂળની વિઝા સ્ટાર્ટઅપ કંપનીના સીઈઓ એ વચન આપ્યું છે કે જો નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિક્સ-2024માં ગોલ્ડ મેડલ જીતશે તો તે દરેકને ફ્રી વિઝા આપશે. આ કંપનીનું નામ છે એટલાસ, જેના સીઈઓ મોહક નાહટા છે. મોહક નાહટાએ લિંક્ડઈન પર એક પોસ્ટ દ્વારા આની જાહેરાત કરી છે. હાલમાં તેની જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

 

જાણો પોસ્ટમાં શું કહ્યું

મોહક નાહટાએ લિંક્ડઈન પર પોસ્ટ કર્યું કે 'જો નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતશે તો હું વ્યક્તિગત રીતે દરેકને ફ્રી વિઝા મોકલીશ. આ માટે અરજદારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં. આ માત્ર એક દિવસ માટે હશે જ્યારે તેઓ ફ્રી વિઝા આપશે. આ માટે કોઈ ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં. તેનો સંપૂર્ણ ખર્ચ અમે ઉઠાવીશું. લોકો તેઓ કયા દેશની મુલાકાત લેવા માગે છે તે પસંદ કરી શકશે.

એટલાસ વિઝા કંપની બહુરાષ્ટ્રીય કંપની છે. તે વિઝા અને મુસાફરી સંબંધિત તમામ લેટેસ્ટ માહિતી પ્રદાન કરે છે. જ્યારે કોઈ પ્રવાસી આ કંપની દ્વારા વિઝા માટે અરજી કરે છે ત્યારે તેની એપોઈન્ટમેન્ટ શેડ્યૂલ કરવાનું, ઘરે બેઠા પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ લેવા અને ભવિષ્યની મુસાફરી માટે ડોક્યુમેન્ટ અને માહિતી સાચવવાનું કામ કંપની દ્વારા કરવામાં આવે છે. ભારતમાં તેનું મુખ્ય મથક મુંબઈમાં છે.

  • Follow us on: