- નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિક્સમાં ટોક્યો ઓલિમ્પિક ઈતિહાસનું પુનરાવર્તન કરવા માટે તૈયાર
- આ વખતે સ્ટેડિયમમાં એક ખાસ ચાહક તેને ચીયર કરવા માટે હાજર રહેશે
- '22000 કિલોમીટર' સાયકલ ચલાવીને પેરિસ પહોંચ્યો જબરા ફેન
નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિક્સ 2024માં તેના અગાઉના ટોક્યો ઓલિમ્પિક ઈતિહાસનું પુનરાવર્તન કરવા માટે તૈયાર છે. નીરજ ચોપરાની રમતની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નીરજ ચોપરાનો ક્વોલિફિકેશન રાઉન્ડ 6 ઓગસ્ટના રોજ યોજાશે. આ પહેલા પણ એક જબરા ભારતીય ફેન તેને ચીયર કરવા પેરિસ પહોંચી ગયો છે. જબરો ફેન કહી શકાય કારણ કે તે ફેન એરોપ્લેન દ્વારા નહીં, પરંતુ નીરજ ચોપરાને ખુશ કરવા માટે તેની સાયકલ પર પેરિસ પહોંચ્યો છે. તે ફેનનું નામ ફાયિસ અશરફ અલી છે.
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ કર્યું નીરજ ચોપરાને ચીયર
ફાયિસ અસરફ અલીએ 15 ઓગસ્ટ 2022ના રોજ તેની યાત્રા શરૂ કરી હતી અને 17 દેશો થઈને પેરિસ પહોંચવામાં બે વર્ષ લાગ્યા હતા. તેનો ઉદ્દેશ્ય "ભારતથી લંડન સુધી સાયકલ ચલાવીને શાંતિ અને એકતા ફેલાવવાનો" હતો. 1 ઓગસ્ટ, 2023 ના રોજ બપોરે જ્યારે તેને ખબર પડી કે નીરજ ચોપરા પણ ત્યાં બુડાપેસ્ટમાં રોકાયા છે, ત્યારે તેને તેના આદર્શને મળવાની તેની ઈચ્છા પૂરી કરી.
30 દેશોને પાર કરીને પેરિસ પહોંચ્યો ફેન
ફાયિસ અસરફ અલીએ જણાવ્યું કે નીરજે તેને સલાહ આપી કે "જો તમે લંડન જઈ રહ્યા છો તો પેરિસ આવો અને ઓલિમ્પિક પણ જુઓ." નીરજની આ સલાહ પર અલીએ પોતાનો પ્લાન બદલી નાખ્યો અને પેરિસ ઓલિમ્પિકમાં જવાની તૈયારી કરી. તેને વિઝા મેળવ્યા અને પછી બ્રિટનથી પેરિસ ગયો. તમને જણાવી દઈએ કે કેરળના કાલિકટથી આવતા ફાયિસ અશરફ અલીએ 2 વર્ષમાં 22 હજાર કિલોમીટરથી વધુ સાયકલ ચલાવી અને 30 દેશોને પાર કરીને પેરિસ પહોંચ્યો. જે બાદ હવે ફાયિસ અસફ અલી પેરિસ પહોંચી ગયો છે. તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એફિલ ટાવરની સામેની તસવીરો પણ શેર કરી છે.
https://www.instagram.com/reel/CwdotEtI_5g/?utm_source=ig_embed&utm_campaign=loading
50 કિલો વજન સાથે અલી કરે છે પ્રવાસ
ફાયિસ અસરફ તેની મુસાફરી દરમિયાન 50 કિલોગ્રામ સામાન લઈ ગયો હતો, જેમાં કપડાં, એક ટેન્ટ, સ્લીપિંગ બેગ અને એક ચટાઈ હતી. તેને કહ્યું કે હોટલોમાં રહેવાને બદલે તેને રસ્તામાં મળેલા સ્પોન્સર્સની મદદ લીધી.
અલીની આ સફરને ઘણા ક્રિકેટ સ્ટાર્સે પણ કરી પ્રશંસા
અસરફને તેના પ્રવાસ દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પરંતુ તેને હિંમત હારી નહીં. તેને ઘણા દેશોની મુલાકાત લીધી અને તેમના પ્રવાસ દરમિયાન ઘણા લોકોને મળ્યો. યુકેમાં ક્રિકેટ સ્ટાર્સ ક્રિસ ગેલ, હરભજન સિંહ અને સુરેશ રૈનાએ પણ અલીની પ્રશંસા કરી હતી.