- પેરિસ ઓલિમ્પિકમાં ભારતની બીજી મેડલ જીતવાની તક ગઈ છે
- મહિલાઓની 10 મીટર એર રાઈફલની ફાઈનલમાં રમિતા જિંદાલને નિરાશા મળી
- રમિતા જિંદાલ આ ઈવેન્ટમાં મેડલ જીતવામાં ચૂકી ગઈ છે
પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતની બીજી મેડલ જીતવાની તક ગઈ છે. મહિલાઓની 10 મીટર એર રાઈફલની ફાઈનલમાં રમિતા જિંદાલને નિરાશા મળી છે. રમિતા જિંદાલ આ ઈવેન્ટમાં મેડલ જીતવામાં ચૂકી ગઈ છે. રમિતા જિંદાલ સાતમા સ્થાને રહી. રમિતા જિંદાલે કુલ 145.3 માર્ક્સ મેળવ્યા છે.
24 કલાક પહેલા જ ભારતીય મહિલા શૂટર મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. મનુ ભાકરે બ્રોન્ઝ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે શૂટિંગમાં મેડલ જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની હતી.
રમિતા જિંદાલે કર્યા આ સ્કોર
રમિતા જિંદાલે અગાઉ કુલ 631.5 માર્ક્સ સાથે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. પિસ્તોલ શૂટર મનુ ભાકર પછી આ ઓલિમ્પિકમાં ફાઈનલમાં સ્થાન મેળવનારી તે ભારતની બીજી શૂટર બની છે. રમિતા જિંદાલે શરૂઆતની સિરીઝમાં 104.6નો સ્કોર કર્યો હતો. આ પછી રમિતા જિંદાલે 106.1, 104.9, 105.3 અને 105.7ના સ્કોર સાથે ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યું.
2020માં જીત્યું હતું મેડલ
રમિતા જિંદાલને પહેલી સફળતા ત્યારે મળી જ્યારે તેણે 2018ની નેશનલ ચેમ્પિયનશિપમાં ટોપ 10માં સ્થાન મેળવ્યું. 2020 માં રમિતાએ રાષ્ટ્રીય લેવલની સ્પર્ધાઓમાં મેડલ જીતવાનું શરૂ કર્યું. આ પછી તેને ભારતીય શૂટર તરીકે ઓળખ મળી. રમિતા જિંદાલે વર્ષ 2023માં બાકુમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
કુરુક્ષેત્રની રહેવાસી છે રમિતા
20 વર્ષની રમિતા જિંદાલ હરિયાણાના કુરુક્ષેત્રની છે. રમિતા જિંદાલ હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના લાડવા બ્લોકની રહેવાસી છે. રમિતાના પિતા અરવિંદ જિંદાલ ટેક્સ કન્સલ્ટન્ટ છે. રમિતા જિંદાલ એકાઉન્ટ્સની સ્ટૂડેન્ટ છે. રમિતા જિંદાલે આ પહેલા હાંગઝોઉમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં બે મેડલ જીત્યા હતા.
Image - X