• ભારતીય બોક્સિંગ સ્ટાફ મેગી ખાઈને ઓલિમ્પિકમાં ભાગ લેવા બન્યા મજબૂર
  • બોક્સિંગ સ્ટાફને વ્યક્તિ દીઠ આપવામાં આવે છે માત્ર 100 ડોલર
  • ભારતના ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિકમાં હાલ સુધીમાં બે મેડલ જીત્યા

પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો બોક્સિંગ સ્ટાફ વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યો છે. બોક્સિંગ સ્ટાફને રોજિંદા જીવન માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી. જેમાં ખોરાકનો પણ સમાવેશ થાય છે.

ભારતના ખેલાડીઓએ બે મેડલ જીત્યા

પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ મેડલ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. ભારતને અત્યાર સુધીમાં બે મેડલ જીત્યા છે. જે મનુ ભાકર અને સરબજોત સિંહે અપાવ્યા છે. ભારતીય બોક્સરો પણ તેમની પ્રતિભા દર્શાવતા જોવા મળે છે, પરંતુ આ દરમિયાન ભારતીય બોક્સિંગ સ્ટાફની સામે એક નવી સમસ્યા ઉભી થઈ છે.

બોક્સિંગ કોચિંગ સ્ટાફને નથી મળી રહ્યા પૂરતા રૂપિયા

ભારતીય બોક્સિંગ કોચિંગ સ્ટાફ સ્પોર્ટ્સ વિલેજથી દૂર રહે છે. આ અંગે સામે આવેલા અહેવાલો મુજબ ભારતીય બોક્સિંગ કોચિંગ સ્ટાફને તેના ખર્ચ માટે પૂરતા રૂપિયા આપવામાં આવતા નથી. અહેવાલોમાં ભારતીય બોક્સિંગ ટીમના એક અધિકારીના નિવેદનનો હવાલો આપવામાં આવ્યો છે. જેમાં તેણે કહ્યું હતું કે, તેઓ મર્યાદિત સાધનો સાથે કામ કરવા માટે મજબૂર બન્યા છે. તેમને વ્યક્તિ દીઠ 100 ડોલર આપવામાં આવે છે. જે પેરિસમાં બે ટાઈમના ભોજન માટે પણ પૂરતા નથી.

હાલ બોક્સિંગ કોચિં સ્ટાફ મેગી ખાવા મજબૂર

પેરિસમાં જમવાનું ખૂબ જ મોઘું હોવાના કારણે નજીકમાં આવેલ કરિયાણાની દુકાન પરથી મેગી અથવા બ્રેડ-બટર આવીને જાતે જમવાનું બનાવવા મજબૂર બન્યા છે. રિપોર્ટમાં એવુ પણ સામે આવ્યું છે કે, બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI) સાથે જોડાયેલા રાજ્ય એકમોના 25થી વધુ અધિકારીઓને બોક્સિંગ સ્પર્ધા જોવા માટે પેરિસમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. જેથી આગામી BFI ચૂંટણીમાં તેનો લાભ લઈ શકાય. તેઓની સારી હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, બોક્સિંગ સ્પર્ધા 27 જુલાઈથી 10 ઓગસ્ટ સુધી ચાલશે.

પેરિસ ઓલિમ્પિકમાં ચાર મહિલા બોક્સરનો સમાવેશ

ભારતની 6 સભ્યોની નેશનલ બોક્સિંગ ટીમમાં ચાર મહિલા બોક્સર ભાગ લઈ રહી છે. હાલ બોક્સિંગ ટીમનું પ્રદર્શન સારું રહ્યું નથી. 51 કિગ્રા વર્ગમાં સામેલ અમિત પંખાલ અને 57 કિગ્રા વર્ગ મહિલાઓમાં સામેલ જાસ્મીન લેમ્બોરિયા સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે.


  • Follow us on: