- ગોલ્ડ જીતીને બનાવશે આ રેકોર્ડ્સ
- ઓલિમ્પિકના ઈતિહાસમાં આ એવોર્ડ મેળવનારા 5મા ખેલાડી બનશે
- ઓલિમ્પિકમાં 2 સ્વર્ણ પદક જીતનારા પહેલા ભારતીય પણ બનશે
ભારતીય એથલેટિક્સને માટે અનેક રેકોર્ડ બનાવી ચૂકેલા નીરજ ચોપરા પોતાના બીજા ઓલિમ્પિકમાં ફરીવાર તેના ભાલાથી ઈતિહાસ રચવા ઉતરશે. તેમની નિરંતરતાની ફરી પરીક્ષા થશે. આ સીઝનમાં તેઓ સાથળના ભાગની માંસપેશીમાં દર્દથી પીડાઈ રહ્યા છે. આ સાથે તેઓ મંગળવારે ક્વોલિફિકેશનમાં પણ ઉતરશે અને ફાઈનલ 8 ઓગસ્ટે રમાશે.
26 વર્ષના નીરજ જીતી શકે છે ગોલ્ડ મેડલ
જો નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતે છે તો ઓલિમ્પિકના ઈતિહાસમાં આ એવોર્ડ મેળવનારા 5મા ખેલાડી બનશે. તેની સાથે જ ઓલિમ્પિકમાં 2 સ્વર્ણ પદક જીતનારા પહેલા ભારતીય પણ બની જશે.
4 ખેલાડીઓને મળી ચૂકી છે સિદ્ધિ
ઓલિમ્પિકની પુરુષ ભાલાફેંક સ્પર્ધામાં અત્યાર સુધી એરિક લેમિંગ (સ્વીડન 1908 અને 1912),જોન્ની માઈરા (ફિનલેન્ડ 1920 અને 1924), નીરજના આદર્શ જાન જેલેંજી (ચેક ગણરાજ્ય 1992 અને 1996) અને આંદ્રિયા ટી (નોર્વે 2004 અને 2008)ની ઓલિમ્પિકમાં ભાલાફેંક સ્પર્ધામાં એવોર્ડ મેળવી ચૂક્યા છે. આ વર્ષે નીરજે 3 સ્પર્ધામાં ભાગ લીધો છે પરંતુ અન્યમાં તેઓ સારું પ્રદર્શન કરી શક્યા નથી. દોહા ડાયમંડ લીગમાં મે મહિનામાં ચોપરાએ 88.36 મીટરનો થ્રો ફેંક્યો અને સાથે એડક્ટરમાં અસહજતાના કારણે 28મેના રોજ ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઈકમાં કેટલાક કારણોસર ભાગ લીધો નહીં.
ફિટ છે ગોલ્ડન બોય નીરજ ચોપરા
તેઓએ જૂનમાં ફિનલેન્ડમાં પાવો નુરમીમાં 85.97 મીટરનો થ્રો ફેંકીને સ્વર્ણની સાથે વાપસી કરી. આ પછી 7 જુલાઈએ પેરિસ ડાયમંડ લીગમાં ભાગ ન લીધો. તેમના કોચે ફિટનેસને લઈને ચિંચાને નકારી અને કહ્યું કે હવે તેમના એડક્ટર (માંસપેશીઓમાં)માં કોઈ મુશ્કેલી નથી અને તે મહેનત કરી રહ્યા છે. ટોક્યો ઓલિમ્પિકના રજત પદક વિજેતા ચેક ગણરાજ્યના યાકૂબ વાલેશ, જર્મનીના જૂલિયન વેબર અને પૂર્વ વિશ્વ ચેમ્પિયન ગ્રેનાડાના એન્ડરસન પીટર્સ તેમને ફરી ચેલેન્જ કરશે. ભારતના કિશોર જેના પણ દોડમા છે. તેઓએ ગયા વર્ષે એશિયાઈ રમતોમાં 87.54 મીટરનો થ્રો ફેંક્યો અને ક્વોલિફાય કર્યું હતું. તેના બાદથી તે 80 મીટર સુધી પહોંચી શક્યા નથી.