• પાકિસ્તાનના ખેલાડીઓનો પગાર વધી શકે
  • દરેક ફોર્મેટના ખેલાડીઓને પગાર વધી શકે
  • પગારમાં થઈ શકે ઐતિહાસિક વૃદ્ધી

બાબર આઝમની નૈતૃત્વવાળી પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે સારા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમના ખેલાડીઓનો પગાર વધારવાનો નિર્ણય લીધો છે. નવા કેન્દ્રીય કરારમાં ખેલાડીઓના પગારમાં ઐતિહાસિક વૃદ્ધી થશે. PCBના વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ જકા અશરફે ખુલાસો કર્યો કે, બોર્ડનો ઈરાદો ખેલાડીઓની પ્રતિભા અને રમત પ્રત્યે સમર્પણ ઓળખવાનો છે. તાજેતારમાં જ PCBના અધ્યક્ષનું પદ સંભાળનારા અશરફનું માનવું છે કે, બોર્ડ ક્રિકેટરો અને તેમના પ્રયાસોથી ચાલે છે.

માસિક રિટેનરશિપ ફીમાં થશે વધારો

મળતી માહિતી મુજબ, કેપ્ટન બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહીન અફરીદી સહિત તમામ ફોર્મેટના ખેલાડીઓને માસિક રિટેનરશિપ ફી તરીકે 4.5 મિલિયન પીકેઆર(13.22 લાખ રૂપિયા)ની રજૂઆત કરવામાં આવી છે. ગત કરારમાં પાકિસ્તાન તરફથી ટેસ્ટ રમનારા ખેલાડીને પ્રતિ મહિને 1.1 મિલિયન પીકેઆર(3.2 લાખ રૂપિયા) મળતા હતા. સાથે વનડે મેચ રમનારા ખેલાડીઓને 0.95 મિલિયન પીકેઆર(2.8 લાખ રૂપિયા) મળતા હતા.

T-20 લીગમાં રમવા માટે બનાવ્યા નવા નિયમ

પગાર ઉપરાંત PCBએ આંતરરાષ્ટ્રીય T-20 લીગમાં પોતાના ખેલાડીઓની ભાગીદારી પર પણ મોટો નિર્ણય લીધો છે. હવે A-શ્રેણીના ખેલાડીઓને એક ફ્રેંચાઈઝી લીગમાં સામેલ થવા માટે પરવાનગી મળશે. સાથે B અને C-શ્રેણીના ખેલાડીઓ ક્રમશ 2 અને 3 લીગમાં ભાગ લઈ શકશે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હક આ મામલે ખેલાડીઓને સંપર્ક કરી રહ્યા છે.

  • Follow us on: