- પૃથ્વી શો વનડે કપ ટૂર્નામેન્ટમાંથી બહાર
- પૃથ્વી ફિલ્ડીંગ દરમિયાન થયો ઈજાગ્રસ્ત
- પૃથ્વીના નામે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન
ઈંગ્લેન્ડમાં ચાલી રહેલા વનડે કપમાં વિરોધીઓ પર કહેર બનીને તૂટેલા પૃથ્વી શોને ઝટકો લાગ્યો છે. આ ખેલાડી ફિલ્ડીંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. જેથી ટૂર્નામેન્ટની બહાર કરવામાં આવ્યો છે. 2 મેચમાં સદી ફટકારનારા પૃથ્વીને ઘૂંટણમાં ઈજા થઈ છે. જેથી તેને ટૂર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખીય છે કે, ખરાબ ફોર્મના કારણે સોશિયલ મીડિયા પર પૃથ્વી શોને ટ્રોલ કરવામાં આવ્યો હતો, પરંતુ ટૂર્નામેન્ટમાં 19 સિક્સ અને 49 ફોર ફટકારી પૃથ્વીએ વિરોધીઓનું મો બંધ કર્યું હતું, પરંતુ હવે એવું લાગે છે કે, આ ખેલાડીને કોઈની નજર લાગી છે.
નોર્થમ્પટનશાયર CCCએ કર્યું ટ્વીટ
નોર્થમ્પટનશાયર CCCએ ટ્વીટ કર્યું કે, ડરહમ વિરુદ્ધ મેચમાં ફિલ્ડિંગ કરવા સમયે પૃથ્વી શોને ઘૂંટણમાં ઈજા થઈ હતી. જે બાદ આજે સવારે પૃથ્વીનો રિપોર્ટ આવ્યો છે. જેમાં જાણવા મળ્યું કે, તેમની ઈજા ખુબ મોટી છે. જેથી તેમને ટૂર્નામેન્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે.
નોર્થમ્પટનશાયર CCCના હેડ કોચે આભાર માન્યો
નોર્થમ્પટનશાયર CCCના હેડ કોચ જોન સેડલરે કહ્યું કે, ખુબ ઓછા સમયમાં પૃથ્વીએ અમારા ક્લબ પર ખુબ મોટો પ્રભાવ પાડ્યો છે. આ દુઃખની વાત છે કે, તે આ ટૂર્નામેન્ટમાં હવે અમારી સાથે નથી. તે એક વિનમ્ર યુવક છે. તે સમ્માનિત છે અને નોર્થમ્પટનશાયરનું પ્રતિનિધિત્વ કરવા બદલ હું તેમનો આભારી છું.
4 મેચમાં 429 રન કર્યા
પૃથ્વીઓ શોએ આ ટૂર્નામેન્ટની માત્ર 4 મેચમાં 429 રન કર્યા છે. તેમણે સમરસેટ વિરુદ્ધ રેકોર્ડબ્રેક 244 રન કર્યા હતા. ત્રીજી મેચમાં આ ખેલાડીએ ડરહમ વિરુદ્ધ 125 રન બનાવ્યા હતા. 143ની સરેરાશ સાથે આ ખેલાડી ટૂર્નામેન્ટો ટોપ રન સ્કોરર છે. 23 વર્ષીય પૃથ્વીના આંતરરાષ્ટ્રીય કરિયરની વાત કરવામાં આવે તો, આ ખેલાડીઓ પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ સદી ફટકારી હતી. આમ છતાં આ ખેલાડી ટીમની અંદર બહાર થતો રહ્યો હતો. પૃથ્વીના નામે ટેસ્ટ ક્રિકેટમાં 339 રન છે, જ્યારે વનડે ક્રિકેટમાં 189 રન છે. પૃથ્વી શો માત્ર 1 જ T-20 મેચ રમ્યો છે. જેમાં તેને બેટિંગ કરવાની તક મળી નહતી.