- બેવડી સદી બાદ પૃથ્વી શૉનું મોટું નિવેદન
- હું સિલેક્ટર વિશે નથી વિચારી રહ્યો
- હું માત્ર અહીં સારો સમય પસાર કરવા ઈચ્છું છું
ધાતક ઓપનર પૃથ્વી શૉ ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. જોકે તેણે ઈંગ્લેન્ડમાં 244 રનની ઈનિંગ રમીને ટીમ ઈન્ડિયાનો દરવાજો ચોક્કસથી ખટખટાવ્યો છે. તેમજ બેવડી સદી બાદ પૃથ્વી શૉએ મોટું નિવેદન આપ્યું છે.
છેલ્લા બે વર્ષથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા ધાતક ઓપનર બેટ્સમેન પૃથ્વી શૉ હાલમાં પોતાની જોરદાર ઈનિંગ્સને કારણે ચર્ચામાં છે. પૃથ્વી શૉએ ઈંગ્લેન્ડમાં વનડેમાં 244 રનની ઈનિંગ રમીને સનસનાટી મચાવી દીધી હતી. પૃથ્વી શૉ બુધવારે નોર્થેમ્પટનશાયર તરફથી સમરસેટ વિરુદ્ધ રમતા ફોર્મમાં પાછો ફર્યો, તેણે 153 બોલમાં 244 રન બનાવ્યા. તોફાની બેવડી સદી ફટકાર્યા બાદ પૃથ્વી શૉએ મોટું નિવેદન આપ્યું છે.
હું સિલેક્ટરો વિશે નથી વિચારી રહ્યો
23 વર્ષીય પૃથ્વી શૉ, પ્રથમ વખત કાઉન્ટી ક્રિકેટ રમતા, તેણે પોતાની ધાતક ઇનિંગમાં 28 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા. આ ફોર્મેટમાં આ તેની બેવડી સદી છે. પૃથ્વી શૉએ કહ્યું, "હું અનુભવ મેળવવા માટે અહીં રમી રહ્યો છું. હું એ વિશે નથી વિચારી રહ્યો કે પસંદગીકારો શું વિચારી રહ્યા છે. હું માત્ર અહીં સારો સમય પસાર કરવા ઈચ્છું છું." તમે ફક્ત ક્યારેક જ ખૂબ નસીબદાર છો. જ્યારે મેં 150 રન પૂરા કર્યા ત્યારે મને લાગ્યું કે આજે લાંબી ઇનિંગ્સ રમવાનો દિવસ છે.
શૉની કારકિર્દી આવી રહી છે
પૃથ્વી શૉએ ભારત માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ 2021માં રમી હતી. તેણે ભારત માટે અત્યાર સુધીમાં પાંચ ટેસ્ટ, 6 વનડે અને એક ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. શૉએ પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં જ સદી ફટકારી હતી. તેણે પાંચ ટેસ્ટમાં 339 રન બનાવ્યા છે. આ સાથે જ તેણે વનડેમાં 189 રન બનાવ્યા છે. શૉની આઈપીએલ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે 71 મેચોમાં લગભગ 146ના સ્ટ્રાઈક રેટથી 1694 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 13 અડધી સદી નીકળી છે. અને તેનો સર્વોચ્ચ સ્કોર 99 રન છે.