• પંજાબ કિંગ્સ સેમ કરનને કરી શકે રિલીઝ
  • આવતીકાલે ટ્રેડ વિન્ડો થશે બંધ
  • IPL 2024માં દરેક ટીમમાં જોવા મળશે નવા ખેલાડી

આઈપીએલ 2023ની હરાજીમાં પંજાબ કિંગ્સે ઈંગ્લિશ ઓલરાઉન્ડર સેમ કરનને 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આઈપીએલ ઈતિહાસની આ સૌથી મોંઘી ડીલ હતી. સેમ કરનની ક્ષમતા જોઈને પંજાબ કિંગ્સના મેનેજમેન્ટે તેના પર પાણીની જેમ પૈસા ખર્ચ્યા હતા. જો કે, હવે એવી શક્યતાઓ છે કે પંજાબ ફ્રેન્ચાઇઝી IPLના આ સૌથી મોંઘા ખેલાડીને રિલીઝ કરી શકે છે.

પંજાબ કિંગ્સ માટે સેમ કરનની છેલ્લી સિઝન સરેરાશ હતી. તેણે સારી બેટિંગ કરી પરંતુ બોલિંગમાં તે ફ્લોપ સાબિત થયો હતો. બેટિંગમાં આ ખેલાડીએ 14 મેચમાં 27ની એવરેજ અને 136ની સ્ટ્રાઈક રેટથી 276 રન બનાવ્યા છે. સાથે બોલિંગમાં આ ખેલાડી માત્ર 10 વિકેટ લઈ શક્યો હતો. આ સમયગાળા દરમિયાન તેની બોલિંગ એવરેજ 49 થઈ હતી અને ઈકોનોમી રેટ પણ 10 કરતા વધુ રહ્યો હતો.

શા માટે સેમ કરનને કરશે મુક્ત?

સેમ કરન તેના છેલ્લા વર્ષના ફોર્મમાં જોવા મળ્યો નથી. ગત વર્ષે ટી20 વર્લ્ડકપમાં તેણે બોલ અને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ કારણે છેલ્લી હરાજીમાં તેની માંગ હતી. હવે છેલ્લી IPLમાં તેના સરેરાશ પ્રદર્શનથી તેની કિંમત તો ઘટી જ છે, પરંતુ તેનું તાજેતરનું ફોર્મ પણ કંઈ ખાસ નથી. આવી સ્થિતિમાં પંજાબ કિંગ્સ તેને રિલીઝ કરી શકે છે અને હરાજીમાં મોટી રકમનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે છે. શક્ય છે કે, પંજાબ કિંગ્સ તેને રિલીઝ કરી શકે અને આગામી હરાજીમાં તેને ઓછી કિંમતે ફરીથી ખરીદે.

સેમ કરનની છેલ્લી સિઝન ખરાબ હતી

પંજાબ કિંગ્સ માટે છેલ્લી સિઝન ખરાબ રહી હતી. આ પહેલા પણ તે કેટલીક સિઝનમાં વધુ સારું પ્રદર્શન કરી શક્યો નહતો. આવી સ્થિતિમાં ટીમને એવા ખેલાડીઓની સખત જરૂર છે જે કેટલીક મેચો જીતી શકે. પંજાબ ફ્રેન્ચાઇઝી પાસે અત્યારે રૂપિયા 5 કરોડનું પર્સ છે. જો તે સેમ કરનને રિલીઝ કરે છે તો આ પર્સ 21 કરોડથી વધુ થશે. આવી સ્થિતિમાં તે ડિસેમ્બરમાં યોજાનારી હરાજીમાં એક કે બે મોટા દાવ પણ રમી શકે છે.

સેમ કરનને આટલા રૂપિયા કેમ આપવામાં આવ્યા હતા?

પંજાબ કિંગ્સે સેમ કરનને આટલી મોંઘી કિંમતે ખરીદ્યો હતો કારણ કે તે T20 વર્લ્ડકપ 2022માં 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' હતો. સેમ કરન કોઈપણ ક્રમમાં અને કોઈપણ પરિસ્થિતિમાં શાનદાર બેટિંગ કરી શકે છે. સ્પિન સામે તેની શક્તિ અદ્ભુત છે. તેની પાસે નેતૃત્વ કૌશલ્ય પણ છે અને સૌથી મહત્વની બાબત એ છે કે તે ડાબા હાથનો ફાસ્ટ બોલર છે જે જમણા હાથના બેટ્સમેનોને ઘણી મુશ્કેલીમાં મુકવાની ક્ષમતા ધરાવે છે. આ કુશળતાએ તેને IPLનો સૌથી મોંઘો ખેલાડી બનાવ્યો હતો. પાંચ ફ્રેન્ચાઈઝી વચ્ચે લાંબી સ્પર્ધા બાદ તે પંજાબ કિંગ્સના ખાતામાં ગયો હતો.

  • Follow us on: