• ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો હતો
  • ભારતે ICC ટ્રોફી જીતીને 11 વર્ષના દુષ્કાળ અંત આણ્યો
  • રાહુલ દ્રવિડના કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ આ ખિતાબ જીત્યો

આ વખતે ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો છે. વર્લ્ડકપ જીતવાની ખુશીમાં સૌ કોઈ ડૂબી ગયા હતા. કારણ કે બધા આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ICC ટ્રોફી જીતીને ટીમ ઈન્ડિયાએ 11 વર્ષના દુષ્કાળ અંત આણ્યો છે. હવે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ સ્પિન બોલર આર અશ્વિને રાહુલ દ્રવિડને લઈને એક અજાણી વાત જણાવી છે. કારણ કે રાહુલ દ્રવિડના કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ આ ખિતાબ જીત્યો હતો.

'રાહુલે ચીસો પાડી, રડ્યો અને ટ્રોફીને ગળે લગાવી'

T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યા બાદ પૂર્વ કોચ રાહુલ દ્રવિડની ખુશીની કોઈ સીમા રહી ન હતી. આર અશ્વિને કહ્યું કે મને તે ક્ષણનો અનુભવ થયો જ્યારે વિરાટ કોહલીએ રાહુલ દ્રવિડને બોલાવ્યો અને તેને ટ્રોફી આપી હતી. જે બાદ દ્રવિડે રડતા રડતા ટ્રોફીને ગળે લગાવી હતી. તે સમયે દ્રવિડ ચીસો પાડીને રડ્યો હતો. તે સમયે દ્રવિડે અનુભવેલી ક્ષણ મેં જોઈ હતી.

અશ્વિને વધુમાં કહ્યું કે છેલ્લા 2-3 વર્ષમાં તેણે ટીમ ઈન્ડિયાને સુધારવા માટે ઘણું કર્યું છે. હું જાણું છું કે તેઓ કેટલા સંતુલિત છે. તેમણે ટીમનો દૃષ્ટિકોણ બદલવા માટે ઘણી મહેનત કરી છે. દરેક ખેલાડી સાથે સખત મહેનત કરીને તેણે તેમને કંઈક ને કંઈક આપ્યું છે. રાહુલ જ્યારે પણ ઘરે બેઠો હોય છે ત્યારે તે ઘણું પ્લાનિંગ કરે છે. તે જાણતો હતો કે આગળ શું કરવું અને કેવી રીતે કરવું.

ટીમ ઈન્ડિયાએ 11 વર્ષના દુષ્કાળ અંત આણ્યો

T20 વર્લ્ડકપ 2024 પહેલા ભારતીય ટીમે છેલ્લે 11 વર્ષ પહેલા ICC ટ્રોફી જીતી હતી. વર્ષ 2013માં ભારતે એમએસ ધોનીની કપ્તાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. જે બાદ ભારતે 11 વર્ષ બાદ ICC ટ્રોફી જીતી હતી.

  • Follow us on: