- આજે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ
- બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ
- રચિન રવિન્દ્રએ વર્લ્ડકપ 2023માં ત્રણ સદી ફટકારી
ODI વર્લ્ડકપમાં રચિન રવિન્દ્રનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. રચિનનો આ પહેલો વર્લ્ડકપ છે અને પોતાના ડેબ્યૂ વર્લ્ડકપમાં જ રચિન એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યો છે. આજે ફરી પાકિસ્તાન સામે રમાઈ રહેલી મેચમાં રચિન રવિનદ્રએ સદી ફટકારી હતી. ટૂર્નામેન્ટમાં આ તેની ત્રીજી સદી છે. આ સદી સાથે રચિને એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. ન્યુઝીલેન્ડ માટે આજ સુધી કોઈ બેટ્સમેન જે કરી શક્યો નથી, તે રચિને તેના પહેલા જ વર્લ્ડકપમાં કરી બતાવ્યું છે.
રચિનને આ વિશેષ સિદ્ધિ હાંસલ કરી
રચિન રવિન્દ્રએ વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી ત્રણ સદી ફટકારી છે. આ તેની ત્રીજી સદી હતી. આ સાથે રચિન વર્લ્ડકપની એક જ સિઝનમાં સૌથી વધુ સદી ફટકારનાર પ્રથમ કિવી બેટ્સમેન બની ગયો છે. કિવી ટીમનો કોઈ બેટ્સમેન 48 વર્ષથી આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી. રચિને અત્યાર સુધી વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે પોતાની ટીમ માટે સતત રન બનાવી રહ્યો છે.
વર્લ્ડકપમાં ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ સદી
- રચિન રવિન્દ્ર (3 સદી, 2023)
- ગ્લેન ટર્નર (2 સદી, 1975)
- કેન વિલિયમસન (2 સદી, 2019)
- માર્ટિન ગુપ્ટિલ (2 સદી, 2015)
વર્લ્ડકપમાં રચિનનું પ્રદર્શન
રચિન રવિન્દ્ર પાકિસ્તાન સામે શાનદાર ફોર્મમાં દેખાયો હતો અને તેણે શરૂઆતથી જ પાકિસ્તાની બોલરો પર પ્રભુત્વ જમાવ્યું હતું. મેચમાં રચિને 94 બોલમાં 108 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન રચિને 15 ફોર અને એક શાનદાર સિક્સર ફટકારી હતી. રચિન આ વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેના નામે હવે 7 મેચમાં 415 રન છે.