• આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ
  • મિચેલ અને રચિન વચ્ચે 159 રનની પાર્ટનરશીપ
  • ભારત-ન્યૂઝીલેન્ડ વર્લ્ડકપ મેચમાં સૌથી મોટી પાર્ટનરશીપ

આજે વર્લ્ડકપની 21મી મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહી છે. ન્યૂઝીલેન્ડની 2 વિકેટ માત્ર 19 રનમાં પડી ગઈ હતી, પરંતુ આ પછી રચિન રવિન્દ્ર અને ડેરિલ મિશેલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 159 રનની પાર્ટનરશીપ કરી હતી. ભારત-ન્યૂઝીલેન્ડ વર્લ્ડકપ મેચમાં આ સૌથી મોટી પાર્ટનરશીપ છે. આ પહેલા આ રેકોર્ડ સુનીલ ગાવસ્કર અને શ્રીકાંતના નામે હતો. બંને ખેલાડીઓએ 1987ના વર્લ્ડ કપમાં 136 રનની ભાગીદારી કરી હતી, પરંતુ હવે રચિન રવિન્દ્ર અને ડેરિલ મિચેલની જોડીએ આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

રચિન અને મિચેલે દિગ્ગજોને પાછળ છોડ્યા

રાહુલ દ્રવિડ અને મોહમ્મદ કૈફની જોડી આ યાદીમાં ત્રીજા સ્થાને છે. બંને ખેલાડીઓએ વર્લ્ડ કપ 2003માં ન્યૂઝીલેન્ડ સામે 129 રનની પાર્ટનરશીપ કરી હતી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ સેન્ચુરિયનમાં રમાઈ હતી. જ્યારે આ પછી મોહમ્મદ અઝહરુદ્દીન અને સચિન તેંડુલકરની જોડી છે. વર્લ્ડકપ 1992માં ન્યૂઝીલેન્ડ સામે મોહમ્મદ અઝહરુદ્દીન અને સચિન તેંડુલકર વચ્ચે 127 રનની પાર્ટનરશીપ કરી હતી. આ મેચ ડ્યુનેડિનમાં રમાઈ હતી.

આ યાદીમાં બીજું કોણ છે?

આ યાદીમાં પાંચમાં સ્થાને મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્ર જાડેજાની જોડી છે. વર્લ્ડકપ 2019માં ન્યૂઝીલેન્ડ સામે મહેન્દ્ર સિંહ ધોની અને રવિન્દ્ર જાડેજા વચ્ચે 116 રનની પાર્ટનરશીપ થઈ હતી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ માન્ચેસ્ટરમાં રમાઈ હતી. તે જ સમયે, આ યાદીમાં છઠ્ઠા નંબર પર જોન રાઈટ અને બ્રુસ એડગરની જોડી છે. વર્લ્ડકપ 1979માં જોન રાઈટ અને બ્રુસ એડગરે ભારત સામે 100 રનની ભાગીદારી કરી હતી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ લીડ્સમાં રમાઈ હતી.


  • Follow us on: