- અફઘાનિસ્તાન પ્રથમ વખત સેમિફાઈનલમાં પહોંચ્યું
- આ પહેલા સ્ટાર બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝ ઈજાગ્રસ્ત
- રહેમાનુલ્લાહ ગુરબાઝ ઘૂંટણમાં બોલ વાગવાથી ઈજાગ્રસ્ત
અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવીને T20 વર્લ્ડકપ 2024ની સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. અફઘાનિસ્તાન ટીમે પ્રથમ વખત T20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં પોતાની જગ્યા બનાવી છે. અફઘાનિસ્તાનની ટીમ ભારતીય સમય અનુસાર 27 જૂને સેમિફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે. પરંતુ સેમીફાઈનલ પહેલા જ અફઘાન ટીમની મુશ્કેલીઓ વધી ગઈ છે. ટીમનો સ્ટાર બેટ્સમેન રહેમાનુલ્લા ગુરબાઝ ઈજાગ્રસ્ત થયો છે.
રહેમાનુલ્લા ગુરબાઝ ઈજાગ્રસ્ત
નવીન ઉલ હક બાંગ્લાદેશ સામેની ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં બોલિંગની જવાબદારી સંભાળે છે. બાંગ્લાદેશનો બેટ્સમેન લિટન દાસ આ ઓવરનો છેલ્લો બોલ ચૂકી ગયો અને બોલ વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ ઘૂંટણમાં બોલ વાગવાથી ઈજાગ્રસ્ત થાય છે. તેના સ્થાને મોહમ્મદ ઈશાક વિકેટકીપર તરીકે મેદાનમાં આવે છે અને ત્યારબાદ ઈશાક સમગ્ર મેચ દરમિયાન અફઘાન ટીમ માટે વિકેટકીપિંગની જવાબદારી નિભાવે છે.
T20 વર્લ્ડકપ 2024માં શાનાદાર પ્રદર્શન
રહેમાનુલ્લા ગુરબાઝની ઈજા અફઘાન ટીમ માટે કોઈ આંચકાથી ઓછી નથી. તે શાનદાર ફોર્મમાં છે અને ટીમ માટે ઘણા રન બનાવી રહ્યો છે. તેણે વર્તમાન T20 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાન માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 7 ઇનિંગ્સમાં કુલ 281 રન બનાવ્યા છે, જેમાં ત્રણ ફિફ્ટી સામેલ છે. જો તેની ઈજા ગંભીર બની જાય તો તેના માટે સેમીફાઈનલમાં રમવું મુશ્કેલ થઈ શકે છે.
મોહમ્મદ શહજાદનો રેકોર્ડ તૂટ્યો
રહેમાનુલ્લાહ ગુરબાઝ T20 વર્લ્ડકપના ઈતિહાસમાં અફઘાનિસ્તાન માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે અત્યાર સુધીમાં 434 રન બનાવ્યા છે. ગુરબાઝે મોહમ્મદ શહજાદનો રેકોર્ડ તોડ્યો છે. શહઝાદે T20 વર્લ્ડકપમાં 402 રન બનાવ્યા હતા. ગુરબાઝ માત્ર 22 વર્ષનો છે અને મેદાન પર તેની ચપળતા જોવા જેવી છે. તેની વિકેટકીપિંગ કુશળતા પણ અદભૂત છે.