• T20 વર્લ્ડકપ 2024માં સુપર-8ના મુકાબલા સમાપ્ત
  • આ વર્લ્ડકપમાં ચાર ટીમો સેમિફાઈનલ માટે ક્વોલિફાય
  • ભારત, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામેલ

T20 વર્લ્ડકપ 2024માં આજે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચ જીતીને અફઘાનિસ્તાન પણ સેમીફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે. અફઘાનિસ્તાન માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે અફઘાનિસ્તાને T20 વર્લ્ડકપના ઈતિહાસમાં પ્રથમ વખત સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. આ મેચ બાદ હવે સેમીફાઈનલની ચાર ટીમો નિશ્ચિત થઈ ગઈ છે.

આ 4 ટીમો સેમિફાઇનલમાં પહોંચી

સેમીફાઈનલની 4 ટીમો હવે કન્ફર્મ થઈ ગઈ છે. ગ્રુપ-1માંથી ટીમ ઈન્ડિયા અને અફઘાનિસ્તાન સેમીફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયા છે, જ્યારે ગ્રુપ-2માંથી ટીમ સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડે સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પ્રથમ સેમિફાઈનલ 27 જૂનના રોજ સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 6 વાગે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે. બીજી સેમિફાઈનલ 27 જૂનના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે. આ મેચ ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં રમાશે.

ભારત હારનો બદલો લેવા ઈચ્છશે

બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ મેચ ખૂબ જ રોમાંચક રહેવાની છે. આ વખતે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પાસેથી ગત વર્લ્ડકપમાં મળેલી હારનો બદલો લેવા ઈચ્છશે. T20 વર્લ્ડકપ 2022ની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 10 વિકેટથી હરાવ્યું હતું. જ્યાં એક તરફ ઈંગ્લેન્ડ આ વર્લ્ડકપમાં 2 મેચ હારી ચૂક્યું છે, તો ટીમ ઈન્ડિયા હજુ સુધી એક પણ મેચ હારી નથી. T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ 29 જૂને રમાશે.


  • Follow us on: