• અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું
  • જીત સાથે અફઘાનિસ્તાનની સેમિફાઈનલમાં એન્ટ્રી
  • ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડકપ 2024માંથી બહાર

T20 વર્લ્ડકપ 2024માં આજે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સુપર-8ની મહત્વની મેચ રમાઈ હતી. અફઘાનિસ્તાન ભારતની સાથે ગ્રુપ-1માંથી સેમીફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચેની આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચ દરમિયાન અફઘાનિસ્તાન પર ચિટીંગનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ અંગેની ઘણી પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે.

શું અફઘાનિસ્તાને કરી ચિટીંગ

વાસ્તવમાં જ્યારે બાંગ્લાદેશ બેટિંગ કરી રહ્યું હતું ત્યારે 11.4 ઓવર દરમિયાન ફરી વરસાદ પડ્યો હતો. ત્યાર બાદ મેદાનની બહારથી અફઘાનિસ્તાનના કોચ જોનાથન ટ્રોટે ખેલાડીઓને રમત ધીમી કરવાનો સંકેત આપ્યો હતો. ત્યારપછી ગુલબદ્દીન નાયબ સ્નાયુ ખેંચાઈ જવાને કારણે નીચે પડી ગયો અને મેચ થોડીવાર માટે રોકાઈ ગઈ. આ પછી વરસાદને કારણે મેચ પણ રોકી દેવામાં આવી હતી. ગુલબદિનની ઈજા પર બાંગ્લાદેશના બેટ્સમેનની પ્રતિક્રિયા પણ વાયરલ થઈ રહી છે.

વાસ્તવમાં જ્યારે વરસાદ આવ્યો ત્યારે બાંગ્લાદેશનો સ્કોર 81/7 હતો અને જો વરસાદને કારણે મેચ પૂર્ણ ન થઈ હોત તો DLS પદ્ધતિ અનુસાર અફઘાનિસ્તાન મેચ જીતીને સીધું સેમીફાઈનલમાં પહોંચી ગયું હોત. આટલું જ નહીં વરસાદ બંધ થયા બાદ મેચ શરૂ થતાં જ ગુલબદ્દીન ફરી મેદાનમાં આવ્યો હતો. હવે ગુલબદીનની આ હરકતની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

મેચમી સ્થિતિ

આજે સુપર -8માં અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 115 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનના બોલરોએ આ નાના લક્ષ્યનો બચાવ કર્યો હતો. ટીમના બોલરોએ બાંગ્લાદેશને 17.5 ઓવરમાં 105 રનમાં આઉટ કરી દીધું હતું. વરસાદને કારણે મેચમાં 1 ઓવરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશને જીતવા માટે ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 19 ઓવરમાં 114 રન બનાવવાના હતા.

  • Follow us on: