• T20 વર્લ્ડકપ 2024માં અફઘાનિસ્તાન રચ્યો ઈતિહાસ
  • બાંગ્લાદેશને હરાવીને પ્રથમ વખત સેમિફાઈનલમાં પહોંચી
  • T20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાની સફર સમાપ્ત

T20 વર્લ્ડકપ 2024માં અફઘાનિસ્તાનની ટીમે ઈતિહાસ રચીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. અફઘાનિસ્તાનની ટીમે સુપર-8ની છેલ્લી મેચમાં બાંગ્લાદેશને હરાવીને આ સિદ્ધિ મેળવી છે. અફઘાનિસ્તાનની આ જીત સાથે T20 વર્લ્ડકપમાં બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાની સફર સમાપ્ત થઈ ગઈ છે. હવે ભારત, અફઘાનિસ્તાન, સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચે ટાઈટલ માટે જંગ જામશે.

રાશિદ ખાને શું કહ્યું?

અફઘાનિસ્તાનના સુકાની રાશિદ ખાને આ મેચ જીત્યા બાદ કહ્યું કે સેમીફાઈનલમાં પહોંચવું અમારા માટે સપના જેવું છે. જ્યારે અમે ટૂર્નામેન્ટ શરૂ કરી ત્યારે અમને ખબર ન હતી કે અમે ક્યાં સમાપ્ત કરીશું. જ્યારે અમે ન્યૂઝીલેન્ડને હરાવ્યું ત્યારે અમને આત્મવિશ્વાસ મળ્યો. મને ખબર નથી પડતી કે મારી લાગણીઓને કયા શબ્દમાં વ્યક્ત કરવી. મારી પાસે શબ્દો નથી. અમે જે રીતે સેમિફાઇનલ સુધી પહોંચ્યા છે તેમાં બ્રાયન લારાની મોટી ભૂમિકા રહી છે. મેં તેને કહ્યું કે અમે તમને નિરાશ નહીં કરીએ. મેચ પહેલા અમે વિચાર્યું હતું કે આ મેદાન પર 130-135નો સ્કોર સારો રહેશે. પરંતુ અમે 15-20 રનથી પાછળ રહી ગયા હતું.

મારી આખી ટીમે જોરદાર પ્રદર્શન કર્યું. T20માં બોલિંગ અમારી તાકાત છે. અમારા ફાસ્ટ બોલરો સક્ષમ છે. તેણે ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત કરી હતી જેના કારણે અમારું કામ સરળ બન્યું હતું. મેચ દરમિયાન વચ્ચે-વચ્ચે વરસાદ પડતો હતો, પરંતુ અમે માનસિક રીતે તૈયાર હતા. અમારું સંપૂર્ણ ધ્યાન 10 વિકેટ લેવા પર હતું. અમે જાણતા હતા કે સેમિફાઇનલમાં પહોંચવાનો આ એકમાત્ર રસ્તો છે અને બીજો કોઈ રસ્તો નથી. સમગ્ર દેશને અમારી જીત પર ગર્વ થશે. સેમિફાઇનલમાં પહોંચવું અમારા માટે મોટી વાત છે. પરંતુ અમે ભવિષ્યમાં પણ જોરદાર રમીશું. અમે દબાણ નહીં લઈએ. અમે આ મોટી મેચનો આનંદ માણીશું અને અમારું શ્રેષ્ઠ પ્રદર્શન આપીશું.

બાંગ્લાદેશના કેપ્ટને કહી આ વાત 

બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ કહ્યું કે અમે સારી બોલિંગ કરી. અમે મેચમાં ઘણા પ્રસંગોએ સારું પ્રદર્શન કરતા રહ્યા. બેટિંગમાં એકતા બતાવી શક્યા નથી. ખાસ કરીને મધ્ય ઓવરોમાં અમે ખોટા નિર્ણયો લીધા જેના કારણે અમારે હારનો સામનો કરવો પડ્યો. અમારી યોજના પ્રથમ 6 ઓવરમાં શાનદાર શરૂઆત કરવાની હતી. જો અમે વહેલી વિકેટ ગુમાવીએ તો આરામથી બેટિંગ કરવાની યોજના હતી. પરંતુ આવું ન થયું. અમારો મિડલ ઓર્ડર સારો દેખાવ કરી શક્યો નથી. અમે સમગ્ર ટૂર્નામેન્ટમાં સારી બોલિંગ કરી. ફાસ્ટ બોલર અને સ્પિનર ​​બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું. ખાસ કરીને રિશાદ હુસૈને ઊંડી છાપ છોડી. અમે સારી ફિલ્ડિંગ પણ કરી હતી. બસ અમે બેટિંગમાં સારો દેખાવ કરી શક્યા નથી. અમે તેને સુધારીશું.

  • Follow us on: