• અફઘાનિસ્તાને બાંગ્લાદેશને 8 રનથી હરાવ્યું
  • આ જીત સાથે અફઘાનિસ્તાનની સેમિફાઈનલમાં અન્ટ્રી
  • અફઘાનિસ્તાનના ખેલાડીઓ ખૂબ જ ભાવુક થયા

T20 વર્લ્ડકપ 2024માં આજે અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ જોવા મળી હતી. આ ઉતાર-ચઢાવની મેચ જીતીને અફઘાનિસ્તાને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. અફઘાનિસ્તાનની જીત સાથે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયા છે. અફઘાનિસ્તાને T20 વર્લ્ડકપના ઈતિહાસમાં પ્રથમ વખત સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે.

આ જીત અફઘાનિસ્તાન માટે ખૂબ જ ખાસ છે, આ જીતની પડઘો ક્રિકેટ જગતમાં દૂર દૂર સુધી પડ્યો છે. બાંગ્લાદેશને હરાવીને સેમિફાઇનલમાં પહોંચ્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓ ખૂબ જ ભાવુક દેખાતા હતા, જેના પછી ખેલાડીઓ પોતાના આંસુ પર કાબુ રાખી શક્યા નહોતા. હવે આ મેચની કેટલીક ખાસ પળોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

ગુરબાઝ થયો ભાવુક

આ મેચમાં અફઘાનિસ્તાન તરફથી ગુરબાઝે સૌથી વધુ રન બનાવ્યા હતા. જોકે ગુરબાઝ આખી મેચ રમી શક્યો નહોતો. ગુરબાઝ વિકેટ કીપિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેણે મેદાન છોડવું પડ્યું હતું. મેદાન છોડ્યા બાદ પણ ગુરબાઝ ડ્રેસિંગ રૂમમાંથી પોતાની ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કરી રહ્યો હતો. આ જ મેચ જીત્યા બાદ ગુરબાઝ પોતાના આંસુ રોકી શક્યો ન હતો. ગુરબાઝની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

અફઘાનિસ્તાને આ મેચ 8 રને જીતી લીધી હતી

આ મેચમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશ સામે જીતવા માટે 114 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ 17.5 ઓવરમાં માત્ર 105 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ માટે લિટન દાસ અંત સુધી ક્રિઝ પર રહ્યો પરંતુ ટીમને જીત તરફ લઈ જઈ શક્યો નહીં. લિટન દાસે મેચમાં 54 રનની અણનમ ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન રાશિદ ખાન અને નવીન ઉલ હકે 4-4 વિકેટ લીધી હતી.


  • Follow us on: