• ભારતીય ટીમ મોટી ટૂર્નામેન્ટમાં સતત ફ્લોપ થઈ
  • કોચ દ્રવિડ દ્વારા ટીમમાં કરવામાં આવેલા પ્રયોગો સામે ઉઠ્યા સવાલ
  • રાહુલ દ્રવિડે એક ઈન્ટરવ્યુમાં આપ્યો જડબાતોડ જવાબ

એશિયા કપમાંથી ટીમ ઈન્ડિયાની બહાર થયા બાદ કોચ રાહુલ દ્રવિડે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાહુલ દ્રવિડનું કહેવું છે કે સતત બે પરાજયથી ટીમ ખરાબ નથી થતી, તેથી વસ્તુઓ પર વધુ પડતી પ્રતિક્રિયા આપવાની જરૂર નથી.

ટીમ મોટી ટૂર્નામેન્ટમાં ફ્લોપ

T20 વર્લ્ડકપ 2021 બાદ ટીમ ઈન્ડિયા એશિયા કપ-2022ની ફાઇનલમાં પણ પહોંચી શકી નથી. ભારતીય ટીમ મોટી ટૂર્નામેન્ટમાં સતત ફ્લોપ થઈ રહી છે, તેથી ટીકા વધી રહી છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયોગો પણ સવાલોના ઘેરામાં છે, આ દરમિયાન તેણે એક ઈન્ટરવ્યુ આપ્યો છે. જેમાં આ બધા સવાલો અંગે જવાબો આપ્યા છે.


કોચ રાહુલ દ્રવિડનું નિવેદન

રાહુલ દ્રવિડનું કહેવું છે કે તેની ભૂમિકા માત્ર કેપ્ટન અને ટીમને સપોર્ટ કરવાની છે. અમારો ઉદ્દેશ્ય તેના શ્રેષ્ઠ પ્રદર્શનને ટીમમાંથી બહાર કરવાનો છે. પરંતુ જ્યારે ખેલાડીઓ મેદાનમાં હોય ત્યારે તે સમયે યોજનાને અમલમાં મૂકવાની જવાબદારી કેપ્ટન અને ખેલાડીઓની હોય છે. રોહિત શર્મા એક ઉત્તમ સુકાની છે. અમે પ્રથમ બે મેચ જીતી છે, તેનો અર્થ એ નથી કે તમે સારી ટીમ છો અને અમે સતત બે મેચ હારી છે, તેનો અર્થ એ નથી કે અમે ખરાબ ટીમ છો. ટીમનું વાતાવરણ ઘણું સારું છે, આવી સ્થિતિમાં અમે વસ્તુઓ બગાડવા માંગતા નથી. આ એક સફર છે જે આપણે બધાએ નક્કી કરી છે.

એશિયા કપમાંથી ભારત બહાર

નોંધપાત્ર વાત એ છે કે, ટીમ ઈન્ડિયા એશિયા કપની પ્રથમ બે મેચ જ જીતી શકી હતી, ત્યારબાદ ટીમ ઈન્ડિયા સુપર-4 સ્ટેજ પર સતત બે મેચ હારી ગઈ હતી. અંતે ભારતે અફઘાનિસ્તાનને હરાવીને એશિયા કપને વિદાય આપી. જો કે ભારત એશિયા કપની ફાઇનલમાં પહોંચવાની રેસમાંથી બહાર થઇ ગયું હતું.


દ્રવિડના પ્રયોગો પર સવાલો ઉઠ્યા

રાહુલ દ્રવિડના કોચ બન્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઘણા પ્રયોગો કર્યા છે, ઘણી સીરીઝમાં સિનિયર્સને આરામ આપવામાં આવ્યો હતો. અલગ-અલગ સિરીઝમાં કેપ્ટન પણ બદલવામાં આવ્યા છે, આ T20 વર્લ્ડકપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. જો કે આ રણનીતિ પર પણ અનેક સવાલો ઉભા થયા છે. રાહુલ દ્રવિડના કોચ બન્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઘરઆંગણે મોટાભાગની શ્રેણી જીતી છે. ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકામાં સિરીઝ હારી ગઈ, સાથે જ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પણ હારી ગઈ. જો કે, ભારતે T20 અને ODI શ્રેણી જીતી હતી.

  • Follow us on: