• ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વનડે સીરિઝની ઢાકામાં રમાઈ રહી છે
  • ભારતમાં અમનજોત કૌર અને અનુષા બ્રેડીએ વનડેમાં ડેબ્યૂ કર્યું છે
  • વરસાદના કારણે રમત રોકી દેવામાં આવી છે, બાંગ્લાદેશે 2 વિકેટ ગુમાવી

બાંગ્લાદેશની મહિલા ટીમે 3 ODI સીરિઝની પ્રથમ મેચમાં ભારતને હરાવ્યું છે. આ મેચમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને 40 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમની વનડેમાં ટીમ ઈન્ડિયા સામે પ્રથમ જીત. ભારતીય ટીમને જીતવા માટે 153 રનનો ટાર્ગેટ હતો, પરંતુ આખી ટીમ 35.5 ઓવરમાં 113 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પહેલા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 43 ઓવરમાં 152 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતને જીતવા માટે 153 રનનો ટાર્ગેટ હતો.

ભારતીય બેટ્સમેનોએ નિરાશ કર્યા
ભારત તરફથી દીપ્તિ શર્માએ 40 બોલમાં 20 રન બનાવ્યા હતા. જ્યારે અમનજોત કૌરે 40 બોલમાં 15 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય સુકાની હરમનપ્રીત કૌર સહિત સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા, જેમિમા રોડ્રિગ્સ અને પ્રિયા પુનિયા જેવા બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા. બાંગ્લાદેશ મહિલા ટીમ માટે મારુફા અખ્તરે શાનદાર બોલિંગ કરી હતી. મારુફા અખ્તરે 7 ઓવરમાં 29 રન આપીને 4 ભારતીય ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જ્યારે રાબિયા ખાતૂનને 3 સફળતા મળી હતી. આ સિવાય નાહિદા અખ્તર અને સુલતાના ખાતુને 1-1 વિકેટ લીધી હતી.

આવી હતી મેચની હાલત...
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા નિગાર સુલ્તાનાએ બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. નિગાર સુલ્તાનાએ 64 બોલમાં 39 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ફરગાના હક અને સુલતાના ખાતૂને અનુક્રમે 27 અને 16 રનની ઇનિંગ્સ રમી હતી. ભારતીય બોલરોની વાત કરીએ તો અમનજોત કૌરે શાનદાર બોલિંગ કરી હતી. અમનજોત કૌરે 9 ઓવરમાં 31 રન આપીને 4 ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યો હતો. જ્યારે દેવિકા વૈદને 2 સફળતા મળી હતી. આ સિવાય દીપ્તિ શર્માએ 1 ​​વિકેટ પોતાના નામે કરી હતી. જો કે, પ્રથમ વનડે જીત્યા બાદ યજમાન બાંગ્લાદેશની ટીમ 3 વનડે શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે.

ભારત અને બાંગ્લાદેશની મહિલા ટીમ વચ્ચે વનડે સીરિઝની પ્રથમ મેચ ઢાકામાં રમાઈ. ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયાએ ટી20 સિરીઝ 2-1થી જીતી હતી. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ભારત માટે બે ખેલાડીઓ વનડેમાં ડેબ્યૂ કર્યું છે. અમનજોત કૌર અને અનુષા બ્રેડી તેમની પ્રથમ વનડે રમી રહ્યા છે. બંને ખેલાડીઓએ વિમેન્સ પ્રીમિયર લીગમાં સારું પ્રદર્શન કર્યું છે.

બંને ટીમોના પ્લેઇંગ-11

બાંગ્લાદેશ: મુર્શીદા ખાતૂન, શર્મિન અખ્તર, ફરગાના હક, નિગાર સુલતાના (wk/c), શોર્ના અખ્તર, નાહિદા અખ્તર, રિતુ મોની, ફાહિમા ખાતૂન, રાબેયા ખાન, મારુફા અખ્તર, સુલતાના ખાતૂન.

ભારત: સ્મૃતિ મંધાના, પ્રિયા પુનિયા, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (c), યાસ્તિકા ભાટિયા (wk), દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા, અનુષા બરેડી.

બાંગ્લાદેશની ખરાબ શરૂઆત
પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમના બંને ઓપનર 14 રનના સ્કોર પર આઉટ થયા હતા. પહેલી વિકેટ રન આઉટ કરીને ઝડપી હતી. અમનજોત કૌર અને યાસ્તિકાએ ભેગા મળીને શર્મિન અખ્તરને પેવેલિયન મોકલ્યા હતા. તેમણે 18 બોલનો સામનો કર્યો, પરંતુ તે પોતાનું ખાતું ખોલાવી શકી ન હતી અને તેની આગલી જ ઓવરમાં અમનજોતે મુર્શિદા ખાતૂનને હરમનપ્રીતના હાથે કેચ આઉટ કરાવી હતી. ખાતૂને 30 બોલમાં 13 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારતે સતત પાંચ મેડન ઓવર કરીને પ્રેશર બનાવી રાખ્યું હતું.

વરસાદને કારણે રમત રોકવાઈ
વરસાદના કારણે રમત રોકી દેવામાં આવી હતી. ત્યાં સુધીમાં બાંગ્લાદેશે 15.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 40 રન બનાવ્યા હતા. ફરગના હક 15 અને નિગાર સુલતાના આઠ રન બનાવીને રમી રહ્યા હતા. ભારત તરફથી અમનજોત કૌરે એક વિકેટ લીધી, જ્યારે એક વિકેટ રન આઉટ તરીકે ઝડપી છે.

બીસીસીઆઈએ ટ્વીટ કર્યું કે અનુષા અને અમનજોતને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે અને તે બંને ડેબ્યૂ મેચ રમી રહ્યા છે. BCCIએ આ બંનેનો ફોટો પણ શેર કર્યો છે, જેમાં તેમને ટીમ ઈન્ડિયાની કેપ આપવામાં આવી રહી છે. અમનજોતે ભારત માટે 5 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. પરંતુ હજુ સુધી વનડેમાં તક મળી નથી. અમનજોતનો ડોમેસ્ટિક મેચોમાં પણ સારો રેકોર્ડ રહ્યો છે. હવે તે ઢાકામાં તેની કારકિર્દીની પ્રથમ ODI ઈન્ટરનેશનલ રમી રહી છે.

  • Follow us on: