- રાશિદ ખાને નેટ પ્રેકટીસમાં ફટકાર્યો શાનદા શોટ
- રાશિદ ખાનના શોટના બોલરે પણ કર્યા વખાણ
- IPL 2024માં રાશિદ ખાનનું એવરેજ પ્રદર્શન
રાશિદ ખાન IPL 2024માં અત્યાર સુધી બહુ અસરકારક સાબિત થયો નથી. પરંતુ આ દરમિયાન, રાશિદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખૂબ જ વિચિત્ર રીતે શોટ રમતા જોવા મળે છે. તમે આ શોટને રાશિદ ખાનના 'સ્નેક શોટ'નું નવું વર્ઝન પણ કહી શકો છો. રાશિદનો શોટ એવો હતો કે બોલર પણ તેના વખાણ કરવા મજબૂર થઈ ગયો.
રાશિદ ખાનનો સ્નેક શોટ
ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા રાશિદ ખાને ઇન્સ્ટાગ્રામ દ્વારા એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે સ્નેક શોટના નવા વર્ઝનનું પ્રદર્શન કર્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે રાશિદ પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ દરમિયાન, તે ફાસ્ટ બોલર સામે ત્રણેય સ્ટમ્પ છોડીને ઓફ સાઈડ પર ઉભો રહે છે. રાશિદ ખાનના સ્ટમ્પ જોઈને બોલર બોલને સીધો સ્ટમ્પ પર ફેંકવાનો પ્રયાસ કરે છે. બોલર સ્ટમ્પ લાઇન પર બરાબર બોલિંગ કરે છે પરંતુ રાશિદ સ્નેક શોટ રમીને અદ્ભુત શૈલીમાં તે સ્ટમ્પ લાઇન પર બોલને ફટકારે છે. રાશિદનો આ શોટ ખરેખર જોવા જેવો છે.
આયર્લેન્ડના જોશુઆ લિટલ, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સ્પેન્સર જોન્સન સહિત ઘણા લોકોએ કરામતી ખાનના નામથી જાણીતા રાશિદના આ વીડિયો પર કોમેન્ટ કરી હતી. રાશિદના આ શોટને જોઈને મોટાભાગના લોકો હસી રહ્યા છે, જ્યારે ઘણા તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.
IPL 2024માં રાશિદનું અત્યાર સુધીનું પ્રદર્શન
રાશિદે આ સિઝનમાં અત્યાર સુધી ગુજરાત માટે 9 મેચ રમી છે, જેમાં તેણે 31.63ની એવરેજથી માત્ર 8 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેણે 7.44ની ઇકોનોમી પર રન ખર્ચ્યા. આ સિવાય બેટિંગ કરતી વખતે તેણે 147.37ની એવરેજથી 84 રન બનાવ્યા છે, જેમાં હાઈએસ્ટ સ્કોર 31 રન હતો.