- RCBએ ગુજરાત ટાઈટન્સને 9 વિકેટે હરાવ્યું
- કોહલીએ 44 બોલમાં 70 રનની ઈનિંગ રમી
- કોહલીએ આ સિઝનમાં 500 રન પણ પૂરા કર્યા
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ પણ ગુજરાત ટાઇટન્સ સામે શાનદાર ઇનિંગ રમી છે. આ મેચમાં કિંગ કોહલીએ માત્ર 44 બોલમાં 70 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 6 ચોગ્ગા અને 3 છગ્ગા પણ આવ્યા હતા. 70 રનની ઈનિંગ સાથે કોહલીએ આઈપીએલની આ સિઝનમાં પોતાના 500 રન પણ પૂરા કરી લીધા છે. કોહલી પહેલાથી જ ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ હતો. આ મેચમાં કિંગ કોહલીએ શાનદાર ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો છે. આવું કરનારો તે બીજો ખેલાડી બની ગયો છે.
કોહલી અને જેકસની શાનદાર ઈનિંગ
RCBને ગુજરાત સામે એકતરફી જીત મળી હતી. આ મેચમાં માત્ર વિરાટ કોહલીએ જ બેટિંગ નથી કરી પરંતુ વિલ જેક્સે કિંગ કોહલી કરતા વધુ તોફાની ઇનિંગ્સ રમી હતી. જેક્સે આ મેચમાં માત્ર 41 બોલમાં પોતાની સદી ફટકારી છે. આ દરમિયાન તેના બેટમાંથી 5 ચોગ્ગા અને 10 છગ્ગા લાગ્યા હતા. બીજી તરફ કોહલીએ આ મેચમાં શાનદાર ઇનિંગ રમીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. IPLમાં સૌથી વધુ વખત 500 પ્લસ રન બનાવનાર બેટ્સમેનોમાં કોહલીએ પોતાનું નામ સામેલ કર્યું છે. કોહલીએ IPLમાં 7મી વખત 500ના સ્કોરને સ્પર્શ કર્યો છે. આ સાથે કોહલીએ ઓસ્ટ્રેલિયાના ખેલાડી ડેવિડ વોર્નરની બરાબરી કરી લીધી છે. વોર્નરે પણ IPLમાં 7 વખત 500 પ્લસ રન બનાવ્યા છે. હવે કોહલી વોર્નર બાદ આવું કરનાર બીજો બેટ્સમેન બની ગયો છે.
RCBની પ્લેઓફની આશા અકબંધ
બેંગલુરુએ પણ ગુજરાતને હરાવીને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. બેંગલુરુએ ગુજરાત સામે આ સિઝનમાં ત્રીજી જીત મેળવી છે. અગાઉની મેચમાં પણ બેંગલુરુએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે શાનદાર જીત મેળવી હતી, હવે બેંગલુરુએ પણ ગુજરાતને કારમી હાર આપી છે. જો બેંગલુરુ આગામી તમામ મેચો જીતી જાય છે, તો તે પ્લેઓફ માટે પોતાનો દાવો રજૂ કરી શકે છે. હજી સુધી RCB પ્લેઓફની રેસમાંથી બહાર થઈ નથી, તેથી જ બેંગલુરુના ખેલાડીઓ તમામ મેચ જીતવાનો પ્રયત્ન કરશે.